શોધખોળ કરો

PAK vs SA: પાકિસ્તાન 270 રનમાં ઓલઆઉટ, પુરી ટીમ 50 ઓવર પણ ન રમી શકી

PAK vs SA: ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાનની આખી ટીમ પુરી 50 ઓવર બેટિંગ કરી શકી ન હતી.

PAK vs SA: ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાનની આખી ટીમ પુરી 50 ઓવર બેટિંગ કરી શકી ન હતી. માર્કો જાનસેન અને તબરેઝ શમ્સીની ઘાતક બોલિંગ સામે પાકિસ્તાનની ટીમ 46.4 ઓવરમાં 270 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે 52 રન અને કેપ્ટન બાબર આઝમે 50 રન બનાવ્યા હતા. એક સમયે એવું લાગતું હતું કે પાકિસ્તાનની ટીમ સરળતાથી 300નો સ્કોર પાર કરી જશે, પરંતુ છેલ્લી પાંચ વિકેટ 45 રનમાં જ પડી ગઈ હતી.

શાદાબ અને શકીલે જોરદાર વાપસી કરાવી
એક સમયે પાકિસ્તાને માત્ર 141ના સ્કોર પર પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારપછી એવું લાગતું હતું કે પાકિસ્તાનની ટીમ 250 સુધી પણ પહોંચી શકશે નહીં, પરંતુ આ પછી શાદાબ ખાન અને સઈદ શકીલે 84 રનની ભાગીદારી કરીને પોતાની ટીમને મેચમાં પરત લાવ્યા. છઠ્ઠી વિકેટ 225 રનના સ્કોર પર પડી અને ત્યારબાદ તમામ ખેલાડીઓ એક બાદ એક પેલેલિયન પરત ફર્યા હતા.

પાકિસ્તાન શરૂઆતથી જ દબાણ હેઠળ જોવા મળ્યું

ટોસ જીતીને બેટિંગમાં ઉતરેલી પાકિસ્તાન શરૂઆતથી જ પોતાની ઇનિંગ્સને બરાબર જાળવી શક્યું ન હતું. ટીમે 5મી ઓવરના ત્રીજા બોલ પર અબ્દુલ્લા શફીકના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી, જે 09 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી સાતમી ઓવરના ત્રીજા બોલ પર બીજા ઓપનર ઈમામ ઉલ હક 12 રન બનાવીને આઉટ થયો હતો. આફ્રિકન ફાસ્ટ બોલર માર્કો યાનસેને બંને પાકિસ્તાની ઓપનરોને પોતાનો શિકાર બનાવ્યા હતા. ત્યારબાદ સુકાની બાબર અને બેટ્સમેન રિઝવાને થોડા સમય સુધી ટક્કર આપી અને તેમની વચ્ચે ત્રીજી વિકેટ માટે 48 રનની ભાગીદારી થઈ હતી, જેને ગેરાલ્ડ કોએત્ઝીએ 16મી ઓવરના છેલ્લા બોલે મોહમ્મદ રિઝવાન (31)ને આઉટ કરીને તોડી નાખી હતી.

ત્યારબાદ પાકિસ્તાનની ચોથી વિકેટ 25.1 ઓવરમાં ઈફ્તિખાર અહેમદના રૂપમાં પડી જે 21 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી પોતાની અડધી સદી પૂરી કર્યા બાદ કેપ્ટન બાબર આઝમ 28મી ઓવરમાં 50 રનના સ્કોર પર સ્પિનર ​​તબરેઝ શમ્સીનો શિકાર બન્યો હતો. ત્યારબાદ બેટિંગ માટે, સઈદ શકીલ અને શાદાબ ખાને છઠ્ઠી વિકેટ માટે 84 રન (71 બોલ)ની ભાગીદારી કરીને ટીમને થોડી સ્થિરતા પૂરી પાડી હતી. કોએત્ઝીએ 40મી ઓવરમાં શાદાબ ખાન (43)ને આઉટ કરીને આ ભાગીદારીને સમાપ્ત કરી અને પાકિસ્તાનનો રનરેટ ધીમો કર્યો.

ત્યાર બાદ સારી ઇનિંગ રમી રહેલો સઈદ શકીલ 43મી ઓવરમાં 52 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી શાહીન શાહ આફ્રિદી 02 રન બનાવીને 10મી વિકેટ તરીકે આઉટ થયો હતો, સારી ઇનિંગ તરફ આગળ વધી રહેલા મોહમ્મદ નવાઝે 24 રન અને વસીમ જુનિયરે 07 રન બનાવ્યા હતા.

દક્ષિણ આફ્રિકાની બોલિંગની સ્થિતિ

ચેન્નાઈના મેદાન પર દક્ષિણ આફ્રિકા તરફથી સ્પિનર ​​તબરાઈઝ શમ્સીએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ દરમિયાન તેણે 10 ઓવરમાં 6ની ઈકોનોમી સાથે 60 રન ખર્ચ્યા હતા. આ સિવાય માર્કો યાનસેને 3 પાકિસ્તાની બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા. જ્યારે કોએત્ઝીને 2 અને લુંગી એન્ડિગીને 1 સફળતા મળી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યાVadodara Murder Case : પુત્રની હત્યા બાદ માતાનો આક્રોશ , પોલીસ સ્ટેશનમાં ફેંકી બંગડીGujarat School Start : દિવાળીનું વેકેશન પૂર્ણ, આજથી સ્કૂલોમાં બીજા સત્રનો પ્રારંભ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ?  નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Budget 2025: મિડલ ક્લાસ માટે રાહતરૂપ હશે બજેટ? નાણમંત્રીએ પોસ્ટ કરી આપ્યો મોટો સંકેત
Embed widget