(Source: Matrize)
Asia Cup 2022: પાકિસ્તાન મુસ્કેલીમાં, ભારત સામેની મેચ પહેલા વધુ એક ખતરનાક બૉલર થયો ઇજાગ્રસ્ત, જાણો
ભારત અને પાકિસ્તાનb મેચ પહેલા પાકિસ્તાનનો સ્ટાર બૉલર મોહમ્મદ વસીમ જૂનિયર ઇજાગ્રસ્ત થઇ ગયો છે, આ પહેલા સ્ટાર બૉલર શાહિન શાહ આફ્રિદી એશિયા કપ 2022થી બહાર થઇ ગયો છે.
Asia Cup 2022: એશિયા કપ 2022માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ માટે ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે પાકિસ્તાની ટીમ વધુ એક મોટી મુસીબતમાં ફસાઇ ગઇ છે. 27 ઓગસ્ટે એશિયા કપ શરૂ થઇ રહ્યો છે, અને 28મી ઓગસ્ટે ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટી મેચ છે, આ મેચ પહેલા પાકિસ્તાનનો સ્ટાર બૉલર મોહમ્મદ વસીમ જૂનિયર ઇજાગ્રસ્ત થઇ ગયો છે, આ પહેલા સ્ટાર બૉલર શાહિન શાહ આફ્રિદી એશિયા કપ 2022થી બહાર થઇ ગયો છે.
મોહમ્મદ વસીમ જૂનિયર ઇજાગ્રસ્ત -
પાકિસ્તાનના સ્ટાર બૉલર શાહીન શાહ આફ્રિદી બાદ હવે મોહમ્મદ વસીમ જૂનિયર પણ ઇજાગ્રસ્ત થઇ ગયો છે. ખરેખરમાં વસીમ જૂનિયર પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગયો છે. તેને પ્રેક્ટિસ દરમિયાન પીઠમાં દુઃખાવો થયો છે, તેના દુઃખાવા બાદ ટીમે મેનેજમેન્ટે વસીમ જૂનિયર એમઆઇઆર માટે હૉસ્પીટલમાં મોકલી દીધો હતો. અત્યારે તેની ઇજાને લઇને કોઇ અપડેટ નથી આવ્યુ, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, તે ભારત સામેની મેચમાંથી બહાર રહી શકે છે.
શાહીન શાહ આફ્રિદી પહેલાથી થઇ ગયો છે એશિયા કપમાંથી બહાર -
Asia Cup: એશિયા કપ 2022 પહેલા પાકિસ્તાનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનને આ ફટકો ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીના રૂપમાં લાગ્યો છે, જે UAEમાં યોજાનાર એશિયા કપ 2022માંથી બહાર થઈ ગયો છે. પાકિસ્તાનની ટીમ માટે આ એક મોટો આંચકો છે, પરંતુ ટીમ ઈન્ડિયા માટે રાહતનો સમાચાર છે. કારણ કે શાહીન આફ્રિદીએ ગયા વર્ષે દુબઈના મેદાનમાં ટી20 વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓને પરેશાન કર્યા હતા.
આ અંગે માહિતી આપતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું કે નવા સ્કેન રિપોર્ટ બાદ શાહીન શાહ આફ્રિદીને PCB મેડિકલ એડવાઈઝરી કમિટી અને સ્વતંત્ર નિષ્ણાતોએ 4-6 અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી છે. હાલ શાહીનને ACC T20 એશિયા કપ અને ઇંગ્લેન્ડ સામેની ઘરેલું શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો છે, પરંતુ તે ઓક્ટોબરમાં ન્યુઝીલેન્ડ T20I ત્રિકોણીય શ્રેણી સાથે સ્પર્ધાત્મક ક્રિકેટમાં પરત ફરી શકે છે.
આ પણ વાંચો........
Horoscope Today 26 August: આ રાશિને થશે બિઝનેસમાં ફાયદો, જાણો તમામ રાશિનો કેવો જશે દિવસ
Post Office Policy: માત્ર 299 રૂપિયામાં મળશે 10 લાખ રૂપિયાનું વીમા કવર, જાણો શું છે સ્કીમ
Edible Oil: સિંગતેલના ભાવમાં ભડકો, પ્રથમવાર ડબ્બો 3000 રૂપિયાને પાર, જાણો ખાદ્યતેલમાં કેમ આવી તેજી
Liver Damage Symptoms :જો શરીરમાં આ લક્ષણો દેખાય તો સમજી લો કે, આપનું લિવર થઇ ગયું છે સંપૂર્ણ ડેમેજ
Asia Cup 2022: પાકિસ્તાન મુસ્કેલીમાં, ભારત સામેની મેચ પહેલા વધુ એક ખતરનાક બૉલર થયો ઇજાગ્રસ્ત, જાણો