(Source: ECI/ABP News/ABP Majha)
ICC Rankings: પાકિસ્તાનનો શાહીન આફ્રિદી બન્યો ODI માં દુનિયાનો નંબર-1 બૉલર, ICC રેન્કિંગમાં મોટો ચેન્જ
Shaheen Afridi World Number One in ICC ODI Rankings: આઈસીસીની તાજેતરની રેન્કિંગમાં શાહીન ODIમાં ટોપ પર પહોંચી ગયો છે
Shaheen Afridi World Number One in ICC ODI Rankings: ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સીરીઝમાં તોફાની બૉલિંગ કરનારો પાકિસ્તાનનો લેફ્ટ આર્મ ફાસ્ટ બૉલર ODI ક્રિકેટમાં વિશ્વનો નંબર વન બૉલર બની ગયો છે. આઈસીસીની તાજેતરની રેન્કિંગમાં શાહીન ODIમાં ટોપ પર પહોંચી ગયો છે.
શાહીન આફ્રિદી ICC દ્વારા જાહેર કરવામાં આવેલી લેટેસ્ટ ODI રેન્કિંગમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે. તેનું રેટિંગ હવે 696 પર પહોંચી ગયું છે, જે તેની ODI કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ રેટિંગ છે. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન 687 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને સરકી ગયો છે.
શાહીન આફ્રિદી ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે સીરીઝમાં બીજા નંબરનો સૌથી સફળ બૉલર હતો. શાહિને ત્રણ મેચમાં 12.62ની એવરેજથી આઠ વિકેટ ઝડપી હતી. હેરિસ રઉફે આ સિરીઝમાં સૌથી વધુ 10 વિકેટ લીધી હતી.
બુમરાહને રમ્યા વિના જ મળ્યો ફાયદો
ICCની તાજેતરની રેન્કિંગમાં જસપ્રીત બુમરાહને પણ ફાયદો થયો છે. જો કે તે લાંબા સમયથી એક પણ વનડે મેચ રમ્યો નથી. બુમરાહ રમ્યા વિના આઠમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને આવી ગયો છે. વળી, ભારતના મોહમ્મદ સિરાજને પણ લેટેસ્ટ રેન્કિંગમાં ફાયદો થયો છે. તે પણ બે સ્થાનની છલાંગ લગાવીને સાતમા સ્થાને પહોંચી ગયો છે.
ઓસ્ટ્રેલિયાના એડમ ઝમ્પા અને જૉશ હેઝલવુડને પાકિસ્તાન સામેની ત્રણ મેચની વન-ડે સીરીઝ બાદ બહાર પાડવામાં આવેલી તાજેતરની રેન્કિંગમાં હારનો સામનો કરવો પડ્યો છે. એડમ ઝમ્પા ચોથા સ્થાનેથી સરકીને 9મા સ્થાને આવી ગયો છે. જૉશ હેઝલવુડ ત્રણ સ્થાન સરકીને 10મા સ્થાને પહોંચી ગયો છે.
આ પણ વાંચો
ચેમ્પિયન્સ ટ્રૉફીને લઇને આવ્યું મોટુ અપડેટ, ભારતની વાત માને કે ના માને પાકિસ્તાન, કન્ફોર્મ છે 'હાર'