Maharashtra Election Result 2024: મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામમાં કોણ આગળ કોણ પાછળ ? જુઓ VIP બેઠકો
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. પ્રારંભિક વલણોમાં મહાયુતિ 216 બેઠકો પર, મહાવિકાસ અઘાડી 52 અને અન્ય 20 બેઠકો પર આગળ છે.
Maharashtra Election Results 2024: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. પ્રારંભિક વલણોમાં મહાયુતિ 216 બેઠકો પર, મહાવિકાસ અઘાડી 52 અને અન્ય 20 બેઠકો પર આગળ છે. આ દરમિયાન રાજ્યની કેટલીક વીઆઈપી બેઠકોની સ્થિતિ સામે આવી છે.
VIP બેઠકો પર નજર કરીએ તો આદિત્ય ઠાકરે વરલી વિધાનસભા બેઠક પરથી આગળ છે. કાંદિવલી પૂર્વ વિધાનસભામાં ભાજપના અતુલ ભાટખાલકર 4462 મતોથી આગળ છે. ઘાટકોપર પશ્ચિમ વિધાનસભાથી રામ કદમ આગળ છે. વસઈ વિધાનસભાથી ભાજપની સ્નેહા દુબે-પંડિત આગળ છે. માનખુર્દ સીટ પર સપાના અબુ આઝમી આગળ છે.
બારામતીથી યુગેન્દ્ર પવાર અને બાંદ્રા પૂર્વથી જીશાન સિદ્દીકી આગળ છે. આ વલણો અનુસાર મહાયુતિ માટે રાહતના સમાચાર આવી રહ્યા છે. દિંડોશીથી સંજય નિરુપમ હાલમાં પાછળ છે, જ્યારે UBTમાંથી સુનીલ પ્રભુને તેમના કરતા વધુ મત મળ્યા છે. ભાજપના અગ્રણી નેતા દેવેન્દ્ર ફડણવીસ તેમના મતવિસ્તારમાં આગળ છે. આ ઉપરાંત ભાજપના અન્ય ઉમેદવાર ગિરીશ મહાજન પણ આગળ ચાલી રહ્યા છે.
અણુશક્તિનગર બેઠકથી સના મલિક આગળ ચાલી રહ્યા છે. પનવેલથી MVA ઉમેદવાર બલરામ પાટીલ આગળ ચાલી રહ્યા છે. બ્રહ્મપુરીથી કોંગ્રેસના વિજય વડેટ્ટીવાર આગળ છે. નવી મુંબઈની એરોલી વિધાનસભાથી ભાજપના ગણેશ નાઈક આગળ ચાલી રહ્યા છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી: મતગણતરી શરૂ
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પડેલા મતોની ગણતરી શરૂ થઈ ગઈ છે. પ્રારંભિક વલણોમાં મહાયુતિ સરકાર બનાવશે તેમ લાગી રહ્યું છે. મત ગણતરીના પ્રારંભિક વલણો અનુસાર, 216 બેઠકો પર આગળ છે.
મહારાષ્ટ્ર ચૂંટણીમાં પણ લોકોની નજર નાગપુર દક્ષિણ-પશ્ચિમ વિધાનસભા બેઠક પર ટકેલી છે. રાજ્યના પૂર્વ સીએમ અને વર્તમાન ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ સતત ચોથી વખત આ સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના નેતા ફડણવીસ નાગપુર પશ્ચિમ બેઠક પરથી ચૂંટાયા બાદ 1999માં પ્રથમ વખત મહારાષ્ટ્ર વિધાનસભા પહોંચ્યા હતા. ત્યારથી તે સતત જીતી રહ્યા છે.
સૌથી વધુ ચર્ચિત બેઠકો પૈકીની એક થાણે જિલ્લાની કોપરી-પાચપાખાડી વિધાનસભા બેઠક છે. અહીં શિવસેનાના નેતા અને રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના રાજકીય ગુરુ દિવંગત શિવસેના નેતા આનંદ દીધેના ભત્રીજા કેદાર દિઘે વચ્ચે મુકાબલો હતો. કેદારે શિવસેના (UBT)ની ટિકિટ પર ચૂંટણી લડી હતી.
શિંદે 2009થી અહીંથી ચૂંટણી જીતી રહ્યા છે. 2019માં તેમણે કોંગ્રેસના નેતા ઘાડીગાંવકર પાંડુરંગને 89300 મતોથી હરાવ્યા હતા. આનંદ દિઘેના પરિવાર અને ભાવનાત્મક જોડાણને કારણે કેદાર દિઘેને સ્થાનિક મરાઠી મતદારોનો પણ ટેકો મળી શકે છે. હવે જોવાનું એ રહે છે કે જનતા કોને પસંદ કરે છે.
તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રની 288 અને ઝારખંડની 81 વિધાનસભા સીટો પર 20 નવેમ્બરે મતદાન સમાપ્ત થયું હતું. મહારાષ્ટ્રમાં બહુમતનો આંકડો 145 છે.