શોધખોળ કરો
Advertisement
PAK v ZIM: વન ડે ક્રિકેટના ઈતિહાસમાં માત્ર બીજી વખત થઈ સુપર ઓવર, જાણો કોણે મારી બાજી
વન ડે ક્રિકેટની આ 38મી ટાઈ મેચ હતી. જે બાદ વન ડે ક્રિકેટ ઈતિહાસની બીજી સુપર ઓવર થઈ હતી.
રાવલપિંડીઃ આજે રાવલપિંડીમાં પાકિસ્તાન અને ઝિમ્બાબ્વે વચેચ વન ડે સીરિઝનો ત્રીજો અને અંતિમ મુકાબલો રમાયો હતો. આ મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો લીધો હતો. ઝિમ્બાબ્વેએ 50 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 278 રન બનાવ્યા હતા. શોન વિલિયમે અણનમ 118 રન બનાવ્યા હતા.
મેચ જીતવા 279 રનના ટાર્ગેટને હાંસલ કરવા મેદાને ઉતરેલી પાકિસ્તાનની શરૂઆત નબળી રહી હતી અને 88 રનમાં જ 5 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ કેપ્ટન બાબર આઝમની 125 રનની ઈનિંગથી મેચ પાકિસ્તાન જીતે તેમ લાગતું હતું, પરંતુ 49મી ઓવરના બે બોલ પર મેચ પલટાઈ ગઈ હતી અને જોત જોતામાં અંતિમ બોલ સુધીમાં મેચ ટાઈ હતી.
વન ડે ક્રિકેટની આ 38મી ટાઈ મેચ હતી. જે બાદ વન ડે ક્રિકેટ ઈતિહાસની બીજી સુપર ઓવર થઈ હતી. જેમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને ધૂળ ચટાડી હતી. વન જે ઈતિહાસની પ્રથમ સુપર ઓવર ગત વર્ષે વર્લ્ડકપ ફાઇનલમાં વિશ્વએ જોઈ હતી. જે બાદ આજે બીજી સુપર ઓવર રમાઈ હતી.
સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની ટીમનો બેટ્સમેન ઈફ્તિખાર અહમદ પહેલા જ બોલે આઉટ થયો હતો. બીજા અને ત્રીજા બોલે પાકિસ્તાને એક-એક રન લીધો અને ચોથા બોલ પર ખુશદિલ શાહ બોલ્ડ થયો હતો. ઝિમ્બાબ્વેને મેચ જીતવા 3 રનનો ટાર્ગેટ મળ્યો હતો. બ્રેંડન ટેલરે પહેલા બોલે એક રન લીધો, બીજો બોલ ડોટ ગયો અને ત્રીજા બોલ પર 2 રન લેતાં ઝિમ્બાબ્વેનો વિજય થયો હતો.
Coronavirus: સુરતમાં ફરી કોરોનાનો હાહાકાર, રાજ્યમાં આજે થયેલા કુલ મોતના 50 ટકા સુરતમાં નોંધાયા
અમદાવાદઃ ધનિક મહિલાઓ સાથે શારીરીક સંબંધો બાંધવાના નામે યુવકે બનાવ્યાં પેકેજ, 5 યુવતીઓને લીધી સાથે ને…..
ગુજરાત પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી રૂપાણીએ શું કર્યા ટ્વિટ ? જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion