ભારત સામે હારી ગયા બાદ પાકિસ્તાનના ખેલાડીઓ આંસુ રોકી ન શક્યા, રડતા હોય તેવો વીડિયો થયો વાયરલ
India vs Pakistan: પાકિસ્તાની ટીમને T20 વર્લ્ડ કપ 2024માં ભારત સામે 6 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં હાર બાદ પાકિસ્તાની ખેલાડી નસીમ શાહ ભાવુક થઈ ગયા હતા.
India vs Pakistan ICC T20 World Cup 2024: ભારતીય ટીમે એક રોમાંચક મેચમાં પાકિસ્તાની ટીમને 6 રનથી હરાવ્યું છે. આ મેચમાં પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતીય ટીમ 119 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને પૂરી 20 ઓવર પણ રમી શકી નહોતી. પરંતુ ત્યારબાદ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને મેચ જીતાડવી. છેલ્લી ઓવરમાં ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. ભારત સામેની હાર બાદ પાકિસ્તાનનો એક સ્ટાર ખેલાડી ભાવુક થઈ ગયો હતો.
ભારત સામેની મેચમાં પાકિસ્તાની ટીમને છેલ્લી ઓવરમાં જીતવા માટે 18 રનની જરૂર હતી. બોલિંગની જવાબદારી અર્શદીપ સિંહે સંભાળી હતી. તેણે પહેલા જ બોલ પર ઈમાદ વસીમને આઉટ કર્યો હતો. આ પછી પાકિસ્તાની ટીમને છેલ્લા પાંચ બોલમાં 18 રન બનાવવા પડ્યા હતા. ત્યારે નસીમ શાહ અર્શદીપની સામે હાજર હતા. પરંતુ તે છેલ્લી ઓવરમાં 9 રન બનાવી શક્યો હતો. મેચ હાર્યા બાદ નસીમ શાહની આંખોમાં આંસુ હતા. તેના ચહેરા પર નિરાશાની લાગણી સ્પષ્ટપણે વાંચી શકાતી હતી. આ પછી શાહીન આફ્રિદીએ તેના ખભા પર હાથ મૂક્યો અને તેને મેદાનની બહાર લઈ ગયો. જ્યારે સપોર્ટ સ્ટાફના સભ્યોએ નસીમ શાહને સંભાળ્યા હતા. નસીમ શાહનો રડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Mood rn: 😭 pic.twitter.com/HUmQHlI8XZ
— Faran Manj (@whyagainfaran) June 9, 2024
ઋષભ પંત સિવાય કોઈ પણ ખેલાડી ભારતીય ટીમ માટે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. તેણે ટીમ માટે 42 રનની ઇનિંગ રમી હતી. તેના કારણે જ ભારતીય ટીમ 100 રનનો આંકડો પાર કરી શકી હતી. આ પછી જસપ્રિત બુમરાહ, હાર્દિક પંડ્યા, અર્શદીપ સિંહ અને અક્ષર પટેલે સારી બોલિંગ કરી હતી. આ ખેલાડીઓએ પાકિસ્તાની બેટ્સમેનોને મોટા ફટકા મારવા દીધા ન હતા. આ મેચમાં બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
man even earned respect & appreciation from the rivals.
— MUSKAN 🇵🇰 (@Mussskey) June 9, 2024
NASEEM SHAH, HE IS HIM 🐐 pic.twitter.com/IlYTC75eTI
ભારતે પાકિસ્તાન સામે આપેલા 120 રનના ટાર્ગેટનો બચાવ કર્યો હતો. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતે પ્રથમ વખત આટલા ઓછા રનના લક્ષ્યનો બચાવ કર્યો છે. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં 8 મેચ રમાઈ છે જેમાંથી ટીમ ઈન્ડિયાએ 7માં જીત મેળવી છે. પાકિસ્તાની ટીમ માત્ર એકમાં જ વિજય નોંધાવવામાં સફળ રહી છે.