શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનના બોલિંગ કોચે કર્યો મોટો ખુલાસો, કહ્યું- નવી રીતે બોલને ચમકાવવાની કોશિશ કરી રહ્યા છે બોલર
મુશ્તાકે પીસીબી ડોટ કોમ ડોટ પીકેને જણાવ્યું કે, કોવિડ-19ના પડકાર છતાં ખેલાડી અત્યાર સુધી અસાધારણ રહ્યા છે.
વૉરસેસ્ટરશાયરઃ પાકિસ્તાનના પૂર્વ મહાન સ્પિનર અને ટીમના વર્તમાન સ્પિન કોચ મુશ્તાક અહેમદે કોરોના વાયરસના કારણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા બનાવવામાં આવેલા નવા નિયમોનો સારી રીતે જવાબ આપ્યો છે. પાકિસ્તાનની ટીમ ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં રમાનારી ટેસ્ટ અને ટી-20 સીરિઝ રમવા માટે ઈંગ્લેન્ડમાં છે. હાલ મહેમાન ટીમ 14 દિવસના આઈસોલેશનમાં છે. આઈસોલેશન પિરિયડ પૂરો થયા બાદ તેમને પ્રેક્ટિસ કરવાની છૂટ આપવામાં આવશે.
મુશ્તાકે પીસીબી ડોટ કોમ ડોટ પીકેને જણાવ્યું કે, કોવિડ-19ના પડકાર છતાં ખેલાડી અત્યાર સુધી અસાધારણ રહ્યા છે. હવે અમે તેમને પ્રોટોકોલથી રૂબરુ કરાવવાની કોશિશ કરી રહ્યા છે અને તેમણે શાનદાર રીતે જવાબ આપ્યો છે. નવા નિયમો સાથે પણ ખેલાડી બોલ ચમકાવવાની કોશિશ કરી રહ્યા છે.
અત્યાર સુધી સ્પિનરો બોલ ચમકાવવા માટે લાળનો ઉપયોગ કરતા આવ્યા છે પરંતુ હવે સંશોધિત આઈસીસી નિયમો મુજબ નવી રીત શિખવવામાં આવી રહી છે. મને ખુશી છે કે દરેક ખેલાડી અને સપોર્ટ સ્ટાફ ટીમના લક્ષ્ય અને ઉદ્દેશ પર એક સાથે કામ કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે ખેલાડી પૂરી રીતે જાગૃત હશે અને નવા પડકાર માટે તૈયાર રહેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
લાઇફસ્ટાઇલ
દુનિયા
Advertisement