શોધખોળ કરો

Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ

Canada PM Justin Trudeau: પાર્ટી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે નેશનલ કોકસની બેઠકમાં ટ્રુડોને વિદ્રોહનો સામનો કરવો પડી શકે છે

કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ટૂંક સમયમાં વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી શકે છે. આ અંગે તેમણે એક જાહેરાત કરી છે. ધ ગ્લોબ એન્ડ મેલના અહેવાલ મુજબ, નેશનલ કોક્સની બુધવારે યોજનારી બેઠક અગાઉ  ટ્રુડો લિબરલ પાર્ટીના નેતા તરીકે પોતાનું રાજીનામું સોંપશે.

પાર્ટી સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે નેશનલ કોકસની બેઠકમાં ટ્રુડોને વિદ્રોહનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં ટ્રુડોને લાગે છે કે તેમણે કોકસની બેઠક પહેલાં તેમના રાજીનામા અંગે નિવેદન જાહેર કરવું જોઈએ જેથી એવું ન લાગે કે તેમને તેમના જ પક્ષના સાંસદોએ હાંકી કાઢ્યા છે.

સૂત્રોનું કહેવું છે કે લિબરલ પાર્ટીની કોકસ મીટિંગમાં ટ્રુડોને પાર્ટીના નેતા પદ પરથી હટાવામાં આવી શકે છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે તેઓ (ટ્રુડો) તાત્કાલિક પદ પરથી રાજીનામું આપશે કે નવા નેતાની ચૂંટણી સુધી આ પદ પર રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ટ્રુડોએ નાણા પ્રધાન ડોમિનિક લિબ્લેન્ક સાથે ચર્ચા કરી હતી કે શું તેમણે પદ પર રહેવું જોઈએ કે નહીં.

નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ તેમના પર દબાણ ઘણું વધી ગયું હતું. ટ્રમ્પ સતત તેમના પર નિશાન સાધતા હતા. મસ્કે પણ ટ્રમ્પની જીત બાદ તરત જ કહ્યું હતું કે હવે ટ્રુડો માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે.

હાલમાં કેનેડાની સંસદ હાઉસ ઓફ કોમન્સમાં લિબરલ પાર્ટીના 153 સાંસદો છે. કેનેડિયન હાઉસ ઓફ કોમન્સમાં 338 સીટો છે. આમાં બહુમતનો આંકડો 170 છે. થોડા મહિનાઓ પહેલા ટ્રુડો સરકારના સહયોગી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)એ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. NDP ખાલિસ્તાની સમર્થનક કેનેડિયન શીખ સાંસદ જગમીત સિંહની પાર્ટી છે.

આવી સ્થિતિમાં ગઠબંધન તૂટવાને કારણે ટ્રુડો સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. જો કે, 1 ઓક્ટોબરના રોજ યોજાયેલા બહુમત પરીક્ષણમાં ટ્રુડોની લિબરલ પાર્ટીને અન્ય પક્ષનું સમર્થન મળ્યું, જેના કારણે ટ્રુડોએ ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો.

ડેપ્યુટી પીએમના રાજીનામાથી મુશ્કેલી વધી

થોડા દિવસો પહેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો સાથે મતભેદને કારણે ડેપ્યુટી પીએમ અને નાણા મંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે પણ રાજીનામું આપી દીધું હતું. ડેપ્યુટી પીએમ ક્રિસ્ટિયા ફ્રીલેન્ડના રાજીનામા બાદ ટ્રુડોનો વિરોધ ઉગ્ર બન્યો હતો. ક્રિસ્ટિયાએ તે જ દિવસે રાજીનામું આપ્યું હતું જ્યારે તે બજેટ રજૂ કરવાના હતા. તેમના રાજીનામા બાદ હવે કેબિનેટ પણ ટ્રુડો પર રાજીનામું આપવા દબાણ કરી રહ્યું છે.

ટ્રમ્પના ટેરિફ પ્લાને પણ ટ્રુડોની સમસ્યાઓમાં વધારો કર્યો છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કેનેડા અને મેક્સિકોથી અમેરિકા આવતા તમામ ઉત્પાદનો પર 25 ટકા ટેરિફ લાદશે, કારણ કે આ દેશોમાંથી મોટી સંખ્યામાં ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અમેરિકન સરહદમાં પ્રવેશી રહ્યા છે. આ દેશોમાંથી મોટા પાયે અમેરિકાને ડ્રગ્સ પણ સપ્લાય કરવામાં આવે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
ચીન બાદ હવે આ દેશમાં HMPVનો કેસ મળતા ચિંતા, સરકારે કહ્યુ- 'કારણ વિના ઘરની....'
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
Canada: કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડો આપી શકે છે રાજીનામું: રિપોર્ટ
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
HMPV Virus: ચીનમાં આતંક મચાવી રહેલા હ્યુમન મેટાન્યુમોવાયરસે દેશની વધારી ચિંતા, દિલ્લીમાં એડવાઇઝરી જાહેર
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
અશ્વિન બાદ આ ભારતીય ક્રિકેટરે લીધી નિવૃતિ, IPL 2025માં કોઇએ ખરીદ્યો નહોતો
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Gold Rate: સપ્તાહમાં ગોલ્ડના ભાવમાં 1300થી વધુનો વધારો, જાણો હાલમાં કેટલી છે 10 ગ્રામ સોનાની કિંમત?
Shan Masood: શાન મસૂદે સાઉથ આફ્રિકામાં ફટકારી ઐતિહાસિક સદી, બાબર સાથે મળી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Shan Masood: શાન મસૂદે સાઉથ આફ્રિકામાં ફટકારી ઐતિહાસિક સદી, બાબર સાથે મળી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર જરૂર કરો આ પાંચ ચીજોનું દાન, ભાગ્યમાં થશે વૃદ્ધિ
Makar Sankranti 2025: મકર સંક્રાંતિ પર જરૂર કરો આ પાંચ ચીજોનું દાન, ભાગ્યમાં થશે વૃદ્ધિ
BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર
BPSC Protest: પટના પોલીસે પ્રશાંત કિશોરની કરી અટકાયત, ગાંધી મેદાનમાં બેઠા હતા ધરણા પર
Embed widget