પેટ કમિન્સે ભારત સામે રચ્યો ઈતિહાસ, ક્રિકેટમાં આવુ કારનામું કરનારો પ્રથમ બોલર
પેટ કમિન્સની કપ્તાની હેઠળ ઓસ્ટ્રેલિયન ટીમે ભારત સામેની બીજી ટેસ્ટ મેચ 10 વિકેટથી પોતાના નામે કરી હતી અને શ્રેણીમાં પણ બરાબરી હાંસિલ કરી હતી.
Pat Cummins Record Against India: પેટ કમિન્સની કપ્તાની હેઠળ ઓસ્ટ્રેલિયન ટીમે ભારત સામેની બીજી ટેસ્ટ મેચ 10 વિકેટથી પોતાના નામે કરી હતી અને શ્રેણીમાં પણ બરાબરી હાંસિલ કરી હતી. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ 295 રનથી મોટી જીત નોંધાવી હતી. જે બાદ ઓસ્ટ્રેલિયાની બદનામી થઈ હતી. હવે આ જીત તેના માટે રાહતરૂપ બની રહેશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયા માટે ટ્રેવિસ હેડ, મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સે જોરદાર પ્રદર્શન કર્યું હતું અને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
પેટ કમિન્સે બીજા દાવમાં 5 વિકેટ ઝડપી હતી
ભારત સામેની ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં પેટ કમિન્સે 12 ઓવર નાંખી અને બે વિકેટ ઝડપી. આ પછી બીજા દાવમાં તેના પ્રદર્શનમાં વધુ સુધારો થયો. જ્યારે તેણે માત્ર 14 ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી. તેના કારણે જ ભારતીય ટીમ બીજી ઇનિંગમાં મોટો સ્કોર બનાવી શકી ન હતી અને માત્ર 175 રન સુધી જ સિમિત રહી હતી. કમિન્સના બોલનો ભારતીય બેટ્સમેન પાસે કોઈ જવાબ નહોતો. ભારતીય બેટ્સમેનો તેની સામે ટકી શક્યા ન હતા અને ખરાબ રીતે ફ્લોપ થયા હતા.
પેટ કમિન્સ ક્રિકેટના ઈતિહાસમાં ભારત સામે ત્રણેય ટેસ્ટ, લિમિટેડ ઓવર અને પિંક બોલ ટેસ્ટમાં 5 વિકેટ ઝડપનાર પ્રથમ બોલર બની ગયો છે. તેની પહેલાં કોઈ આ કરી શક્યું ન હતું. હવે તેણે એડિલેડમાં રમાયેલી પિંક બોલ ટેસ્ટમાં 5 વિકેટ લઈને આ ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો છે.
ભારત સામે પેટ કમિન્સનો રેકોર્ડ
ટેસ્ટ- 60 વિકેટ, બે વખત પાંચ વિકેટ
ODI- 28 વિકેટ, એકવાર પાંચ વિકેટ
ડે-નાઇટ ટેસ્ટ/પિંક બોલ ટેસ્ટ - 14 વિકેટ, એક પાંચ વિકેટ
ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી
પેટ કમિન્સ ઉપરાંત ટ્રેવિસ હેડે બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયા માટે જોરદાર ઇનિંગ રમી હતી. તેણે 41 બોલમાં 140 રન બનાવ્યા અને આ દરમિયાન તેણે 17 ફોર અને 4 સિક્સર ફટકારી. આ તેની ટેસ્ટ કારકિર્દીની 8મી સદી છે. હેડ વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે જેણે ભારત સામે ટેસ્ટ, લિમિટેડ ઓવર અને પિંક બોલ ટેસ્ટમાં સદી ફટકારી છે.
મિચેલ સ્ટાર્કે પ્રથમ દાવમાં ભારતીય બેટિંગ પર પ્રહાર કર્યો હતો, ત્યારે આ વખતે પેટ કમિન્સે ઈનિંગમાં 5 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાની બેટિંગ લાઈન અપને હચમચાવી દીધી હતી. કમિન્સે બીજી ઇનિંગમાં કેએલ રાહુલ, રોહિત શર્મા, રવિચંદ્રન અશ્વિન અને હર્ષિત રાણાની વિકેટ લીધી હતી. તેની સૌથી ખાસ વિકેટ નીતીશ રેડ્ડીની હતી.
IND vs AUS: પિંક બોલ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની ભૂંડી હાર,સિરીઝ 1-1થી બરાબર