PBKS vs RR IPL 2023: ધ્રુવ જુરેલે છગ્ગો ફટકારી રાજસ્થાનને જીતાડ્યું, પંજાબ હાર સાથે પ્લેઓફની રેસમાંથી બહાર
Punjab Kings vs Rajasthan Royals Dharamsala: રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 187 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
Punjab Kings vs Rajasthan Royals Dharamsala: રાજસ્થાન રોયલ્સે રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સને 4 વિકેટે હરાવ્યું. પંજાબે પ્રથમ બેટિંગ કરતા 187 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19.4 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રાજસ્થાન તરફથી યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિકલે અડધી સદી ફટકારી હતી. શિમરોન હેટમાયરે પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. અંતમાં ધ્રુવ જુરેલે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. પંજાબ તરફથી સેમ કરને અણનમ 49 રન બનાવ્યા હતા. રાજસ્થાન તરફથી નવદીપ સૈનીએ 3 વિકેટ ઝડપી હતી.
આ જીત સાથે રાજસ્થાન પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબર પર પહોંચી ગયું છે. ટીમે 14 મેચ રમીને 7માં જીત મેળવી છે. તે હજુ પણ પ્લેઓફની રેસમાં છે. આ હાર સાથે પંજાબ રેસમાંથી બહાર થઈ ગયું છે. પંજાબે 14માંથી 6 મેચ જીતી છે. તેના 12 પોઈન્ટ છે.
જયસ્વાલ-પડિક્કલની શાનદાર અડધી સદી
ઓપનર યશસ્વી જયસ્વાલે સારી બેટિંગ કરી હતી. તેણે 36 બોલનો સામનો કરીને 50 રન બનાવ્યા હતા. તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. દેવદત્ત પડિકલે પણ અડધી સદી ફટકારી હતી. તેણે 30 બોલમાં 51 રન બનાવ્યા હતા. દેવદત્તે 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન સંજુ સેમસન કંઈ ખાસ કરી શક્યો નહોતો. તે માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. જોસ બટલર શૂન્ય પર આઉટ થયો હતો. રિયાન પરાગ 12 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો હતો. ટ્રેન્ટ બોલ્ટ 1 રન બનાવીને અણનમ રહ્યો હતો. ધ્રુવ જુરેલે 4 બોલમાં અણનમ 10 રન બનાવ્યા હતા. તેણે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી.
સેમ કરણ અને જીતેશનું શાનદાર પ્રદર્શન.
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા પંજાબે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા હતા. આ દરમિયાન સેમ કરને અણનમ 49 રન બનાવ્યા હતા. તેણે 31 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. જીતેશ શર્માએ 28 બોલમાં 44 રન બનાવ્યા હતા. તેણે 3 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. શાહરૂખ ખાને 23 બોલમાં 41 રન બનાવ્યા હતા. તેણે 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. અગાઉ લિવિંગસ્ટોન 9 રને અને અથર્વ તાયડે 19 રને આઉટ થયા હતા. શિખર ધવન 17 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. પ્રભસિમરન સિંહ માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો.
નવદીપ સૈનીએ 3 વિકેટ લીધી હતી
પંજાબ કિંગ્સ તરફથી નવદીપ સૈનીએ શાનદાર પ્રદર્શન કરતા 3 વિકેટ ઝડપી હતી. તેણે 4 ઓવરમાં 40 રન આપ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે 4 ઓવરમાં 35 રન આપીને એક વિકેટ લીધી હતી. એડમ ઝમ્પાએ 4 ઓવરમાં 26 રન આપીને એક વિકેટ લીધી હતી. સંદીપ શર્માએ 4 ઓવરમાં 46 રન આપ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે 4 ઓવરમાં 40 રન આપ્યા હતા.