Asia Cup 2025 માટે પાકિસ્તાનની ટીમ જાહેર, 20 મેચો રમેલા ખેલાડીને બનાવ્યો કેપ્ટન, બાબર-રિઝવાન બહાર
Asia Cup 2025 Pakistan Squad: આઠ ટીમોની આ એશિયા કપ ટુર્નામેન્ટ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબી અને દુબઈમાં યોજાશે

Asia Cup 2025 Pakistan Squad: એશિયા કપ 2025 માટે પાકિસ્તાની ક્રિકેટ ટીમની જાહેરાત 17 ઓગસ્ટ (રવિવાર) ના રોજ કરવામાં આવી હતી. સલમાન અલી આગા આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાની ટીમનું નેતૃત્વ કરશે. સ્ટાર ખેલાડીઓ બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનને 17 સભ્યોની પાકિસ્તાની ટીમમાં સ્થાન મળ્યું નથી. બાબર અને રિઝવાનને છેલ્લી કેટલીક T20 શ્રેણીમાં તક મળી ન હતી. હવે તેમને એશિયા કપ માટે પણ બહાર કરી દેવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે એશિયા કપ પહેલા પાકિસ્તાની ટીમે શારજાહ, સંયુક્ત આરબ અમીરાત (UAE) માં ત્રિકોણીય શ્રેણી રમવાની છે, જેમાં અફઘાનિસ્તાન અને UAE ની ટીમો પણ ભાગ લેશે. જે પાકિસ્તાની ટીમ એશિયા કપ રમવાની છે તે જ ત્રિકોણીય શ્રેણીમાં ભાગ લેશે. ત્રિકોણીય શ્રેણી દ્વારા, આ ત્રણેય ટીમો એશિયા કપ માટે પોતાની તૈયારીઓને મજબૂત બનાવવા માંગશે.
એશિયા કપ અને ત્રિકોણીય શ્રેણી માટે પાકિસ્તાનની 17 સભ્યોની ટીમઃ -
સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહેમદ, ફહીમ અશરદ, ફખર જમાન, હેરિસ રાઉફ, હસન અલી, હસન નવાઝ, હુસૈન તલત, ખુશદિલ શાહ, મોહમ્મદ હેરિસ (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ વસીમ જૂનિયર, સાહિબજાદા ફરહાન, સેમ અયુબ, સલમાન મિર્ઝા, શાહીન શાહ આફ્રિદી, સુફિયાન મુકીમ.
Pakistan reveal squad for the UAE tri-series and Asia Cup 👇https://t.co/wDey9hskS6
— ICC (@ICC) August 17, 2025
ત્રિકોણીય શ્રેણીનું સમયપત્રક (બધી મેચ શારજાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે):
29 ઓગસ્ટ - અફઘાનિસ્તાન વિરૂદ્ધ પાકિસ્તાન
30 ઓગસ્ટ - યુએઈ વિરૂદ્ધ પાકિસ્તાન
1 સપ્ટેમ્બર - યુએઈ વિરૂદ્ધ અફઘાનિસ્તાન
2 સપ્ટેમ્બર - પાકિસ્તાન વિરૂદ્ધ અફઘાનિસ્તાન
4 સપ્ટેમ્બર - પાકિસ્તાન વિરૂદ્ધ યુએઈ
5 સપ્ટેમ્બર - અફઘાનિસ્તાન વિરૂદ્ધ યુએઈ
7 સપ્ટેમ્બર - ફાઇનલ
🚨 BABAR AZAM AND MOHAMMED RIZWAN DROPPED FROM PAKISTAN'S ASIA CUP SQUAD. 🚨 pic.twitter.com/92S416SsNG
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 17, 2025
આઠ ટીમોની આ એશિયા કપ ટુર્નામેન્ટ 9 થી 28 સપ્ટેમ્બર દરમિયાન સંયુક્ત આરબ અમીરાતના અબુ ધાબી અને દુબઈમાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનને ભારત, ઓમાન અને યુએઈ સાથે ગ્રુપ Aમાં રાખવામાં આવ્યું છે. ગ્રુપ Bમાં હોંગકોંગ, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે.
પાકિસ્તાનની મેચો (એશિયા કપ 2025)
12 સપ્ટેમ્બર- ઓમાન વિરૂદ્ધ પાકિસ્તાન, દુબઈ
14 સપ્ટેમ્બર- ભારત વિરૂદ્ધ પાકિસ્તાન, દુબઈ
17 સપ્ટેમ્બર- યુએઈ વિરૂદ્ધ પાકિસ્તાન, દુબઈ



















