1st Test Pitch: નાગપુર ટેસ્ટની પીચ કેવી છે, કોણે કરશે મદદ ? રિપોર્ટ સામે આવતા ઓસ્ટ્રેલિયા ગભરાયુ
ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પહોંચ્યા બાદ બેંગ્લુરુની નજીક અલૂર ક્રિકેટ ગ્રાઉન્ડમાં જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહી છે, આ પછી તે નાગપુર પહોંચી છે
IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલથી એટલે કે 9મી ફેબ્રુઆરી, ગુરુવારથી બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની પ્રથમ ટેસ્ટની શરૂઆત થઇ રહી છે. આ ટેસ્ટ નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોશિએશન ગ્રાઉન્ડ પર રમાશે. હવે આ બધાની વચ્ચે નાગપુરની પીચને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે, પીચ રિપોર્ટ સામે આવતાની સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમમાં ખલબલી મચી ગઇ છે. જાણો શું છે પીચનો મિજાજ......
ઓસ્ટ્રેલિયન ટીમ ભારત પહોંચ્યા બાદ બેંગ્લુરુની નજીક અલૂર ક્રિકેટ ગ્રાઉન્ડમાં જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહી છે, આ પછી તે નાગપુર પહોંચી છે. ઓસ્ટ્રેલિયાએ પીચના મિજાજને લઇને માઇન્ડગેમ રમવાનુ શરૂ કરી દીધુ છે, તેમને એ સ્પષ્ટ રીતે ખબર છે કે, જો સ્પીનરો માટે મદદરૂપ પીચ મળે છે, તો તેમના માટે અશ્વિન અને જાડેજાની જોડીનો સામનો કરવો બિલકુલ પણ આસાન નહીં રહે.
ભારતીય ટીમના એક સુત્રએ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા નિવેદનમાં કહ્યું કે, અમે પોતાની ઘરેલુ સ્થિતિથી પુરેપુરી રીતે વાકેફ છીએ, અને તેનો લાભ ઉઠાવવાનુ પણ જાણીએ છીએ, સ્પીનર્સ અમારી સૌથી મોટી તાકાત છે. આવામાં અમે એવી પીચ તૈયાર કરી રહ્યાં છીએ, જે આ સ્થિતિમાં સ્પીન બૉલરો માટે મદદરૂપ સાબિત થઇ શકે છે.
નાગપુરમાં રમાનારી પહેલી ટેસ્ટ મેચની પીચને લઇને ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, ભારતીય ટીમે આ સ્પીનરો માટે મદદરૂપ બનાવવાનુ કહ્યુ છે, છેલ્લા કેટલાય વર્ષોથી એ જોવા મળી રહ્યું છે કે, ભારતીય પીચો પર સ્પિન બૉલરોને જોરદાર દબદબો રહ્યો છે.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયન શીપની ફાઇનલ પર નજર -
ભારતીય ટીમ માટે આ ટેસ્ટ સીરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપ (WTC) 2023ની ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરવા માટે ખુબ મહત્વની છે, 4 મેચોની આ ટેસ્ટ સીરીઝ જો ભારતીય ટીમ જીતવામાં સફળ રહે છે, તો તે સતત બીજીવાર WTCની ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લેશે.
કઈ ચેનલ પરથી ટેલિકાસ્ટ થશે
ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 4 ટેસ્ટ મેચોની બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. Disney + Hotstar એપ દ્વારા ટેસ્ટ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકાશે.
પ્રથમ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમ (ભારત ટેસ્ટ ટીમ)
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ (વાઈસ-કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએસ ભરત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મો. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ, સૂર્યકુમાર યાદવ