World Cup 2023: PM મોદીએ જીત બદલ ટીમ ઈન્ડિયાને પાઠવી શુભેચ્છા, અમિત શાહે મેદાનમાં મેચ નિહાળી
World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું છે. જે બાદ ટીમ ઈન્ડિયા પર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. ભારતની જીત પર પીએમ મોદીએ પણ ટીમ ઈન્ડિયાને શુભેચ્ચા પાઠવી છે.
World Cup 2023: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે પાકિસ્તાનને ખરાબ રીતે હરાવ્યું છે. જે બાદ ટીમ ઈન્ડિયા પર શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. ભારતની જીત પર પીએમ મોદીએ પણ ટીમ ઈન્ડિયાને શુભેચ્ચા પાઠવી છે. આ ઉપરાંત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી છે.
Team India all the way!
— Narendra Modi (@narendramodi) October 14, 2023
A great win today in Ahmedabad, powered by all round excellence.
Congratulations to the team and best wishes for the matches ahead.
તો બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં મેદાનમાં પહોંચી મેચ નિહાળી હતી અને ટીમનો જુસ્સો વધાર્યો હતો. આ ઉપરાંત સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલ સહિતના આગેવાનો પણ મેચ જોવા પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે, વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારતનો આ સતત આઠમો વિજય છે.
પાકિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા માત્ર 191 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પછી, ભારતીય ટીમે 30.3 ઓવરમાં એટલે કે 117 બોલ બાકી રહેતા સાત વિકેટે લક્ષ્યનો સરળતાથી પીછો કરી લીધો હતો. ભારત તરફથી કેપ્ટન રોહિત શર્માએ માત્ર 63 બોલમાં 86 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ દરમિયાન હિટમેને 6 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. શ્રેયસ અય્યરે પણ અડધી સદી ફટકારી હતી. તે 53 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. આ પહેલા બોલિંગમાં જસપ્રિત બુમરાહ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા અને મોહમ્મદ સિરાજે બે-બે વિકેટ લીધી હતી.
આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાએલ ભારત-પાકિસ્તાન વર્લ્ડકપ મેચ-૨૦૨૩માં ભારતીય ટીમને જ્વલંત વિજય પ્રાપ્ત કરવા બદલ સૌ ખેલાડીઓ તથા દેશવાસીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આજના અવસરે ઉત્તમ આયોજન કરવા બદલ @BCCI ની સમગ્ર ટીમને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવું છું.…
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 14, 2023
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પાકિસ્તાનની ટીમ 42.5 ઓવરમાં 191 રનમાં સમેટાઈ ગઈ હતી. જવાબમાં ભારતે 30.3 ઓવરમાં ત્રણ વિકેટે 192 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ ઈતિહાસમાં પાકિસ્તાન સામે જીતનો સિલસિલો યથાવત રાખ્યો છે. વર્લ્ડકપમાં પાકિસ્તાન સામે ભારતની આ 8મી જીત છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ODI વર્લ્ડ કપ 2023માં અમદાવાદમાં પાકિસ્તાન સામેની મેચ દરમિયાન 300 ODI સિક્સર મારનાર ત્રીજો બેટ્સમેન બન્યો છે. સિક્સર ફટકારવામાં રોહિત શર્માએ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
પાકિસ્તાનનો બેટ્સમેન શાહિદ આફ્રિદી ODI ક્રિકેટમાં સિક્સ ફટકારવામાં સૌથી વધુ 351 સિક્સર સાથે સૌથી આગળ છે. વેસ્ટ ઈન્ડિઝનો દિગ્ગજ ખેલાડી ક્રિસ ગેલ 50 ઓવરની ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં આફ્રિદી બાદ બીજા સ્થાન પર છે.
શાહિદ આફ્રિદી (પાકિસ્તાન) - 351
ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) - 331
રોહિત શર્મા (ભારત) - 301*
સનથ જયસૂર્યા (શ્રીલંકા) -270
એમએસ ધોની (ભારત) - 229