શોધખોળ કરો
Advertisement
IPL 2020: બિગ બૉસની એન્ટ્રીનો તખ્તો તૈયાર, જાણો ક્રિસ ગેઈલ ક્યારે રમશે પહેલી મેચ?
બિગ બૉસ ગેલ પેટના દુઃખાવાથી રાહત મેળવી ચૂક્યો છે, અને બેંગ્લૉર સામે પોતાની પહેલી મેચ રમી શકે છે. ગેલની વાપસથી પંજાબની ટીમ ખુબ સંતુલિત થશે
નવી દિલ્હીઃ આઇપીએલ 13માં એકપણ મેચમાં ના દેખાયેલો ક્રિસ ગેલ હવે ફરી એકવાર ચોગ્ગા-છગ્ગાની રમઝટ કરતો દેખાશે. કિંગ્સ ઇલેવન પંજાબે ક્રિસ ગેલને ફરીથી મેદાનમાં ઉતારવાનો તખ્તો તૈયાર કરી લીધો છે. આઇપીએલની 31મી મેચ પંજાબ અને બેંગ્લૉર વચ્ચે શારજહાંના મેદાનમાં રમાશે, આ મેચમા ક્રિેસ ગેલને મોકો મળી શકે છે.
કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી આ મેચમાં બિગ બૉસ ક્રિસ ગેલનુ રમવુ નક્કી માનવામાં આવી રહ્યું છે. ક્રિસ ગેલ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે, અને શારજહાંના નાના મેદાનમાં ચોગ્ગા-છગ્ગા ફટકારતો દેખાશે. શારજહાંના મેદાનમાં આ વખત અહીં કુલ છ મેચ રમાઇ છે, અને તેમાં 138 છગ્ગા લાગી ચૂક્યા છે.
બિગ બૉસ ગેલ પેટના દુઃખાવાથી રાહત મેળવી ચૂક્યો છે, અને બેંગ્લૉર સામે પોતાની પહેલી મેચ રમી શકે છે. ગેલની વાપસથી પંજાબની ટીમ ખુબ સંતુલિત થશે. ખાસ વાત છે કે પંજાબની ટીમ આ સિઝનમાં એકદમ ખરાબ રીતે રમી રહી છે. કેપ્ટન કેએલ રાહુલ, મયંક અગ્રવાલ, નિકોલસ પુરન સહિતના સ્ટાર્સ ખુબ મહેનત કરી રહ્યાં છતાં ટીમે આ સિઝનમાં 7 મેચોમાંથી 6 મેચો ગુમાવી દીધી છે. પૉઇન્ટ ટેબલમાં ટીમ સૌથી નીચે તળીયે છે.
આ પહેલા ખુદ ગેલે સોશ્યલ મીડિયા પર હૉસ્પીટલમાથી એક તસવીર શેર કરી હતી, જ્યારે કિંગ્સ ઇલેવને સોમવારે જ ગેલને પ્રેક્ટિસ પર પરત ફરવાની તસવીર શેર કરી હતી. ટીમ સુત્રોએ કહ્યું કે, તે હવે સંપૂર્ણ ફીટ છે અને આશા છે કે આરસીબી વિરુદ્ધની મચેમાં ગેલ રમશે. આ મેચ શારજહાંમાં રમાશે, અહીંનુ મેદાન આઇપીએલના ત્રણ સ્થળોમાંથી સૌથી નાનુ છે.
પંજાબ માટે પ્લેઓફની રાહ મુશ્કેલ
મયંક અગ્રવાલ અને કેએલ રાહુલે અત્યાર સુધી કિંગ્સ ઇલેવન પંજાબને સારી શરૂઆત અપાવી છે, આવામાં ગેલને રમવાનો મોકો નથી મળ્યો. કિંગ્સ ઇલેવનને સાતમાંથી છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે, અને પ્લેઓફમાં જગ્યા બનાવવી મુશ્કેલ બની છે. 19 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આઇપીએલનો અડધો સફર પુરો થઇ ચૂક્યો છે. આવામાં પંજાબ માટે મુશ્કેલી મોટી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
Advertisement