ચેતેશ્વર પુજારા અને અંજિક્ય રહાણે પર લટકતી તલવાર, ટેસ્ટ ટીમમાંથી થઈ શકે છે બહાર
વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણની નિવૃત્તિ બાદથી જ પુજારા, કોહલી અને રહાણેએ ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડરને સંભાળ્યો છે.
ભારતીય ક્રિકેટ ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડના હાથે કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ હાર બાદ ભારતીય ટેસ્ટ ટીમમાં ફેરફારની અટકળો લગાવવામાં આવી રહી છે. ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ પણ હાર બાદ ટીમમાં ફેરફારના સંકેત આપ્યા છે. સામે આવેલ જાણકારી અનુસાર બે દિગ્ગજ બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને અંજિક્ય રહાણે પર લટકતી તલવાર છે.
વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ, સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણની નિવૃત્તિ બાદથી જ પુજારા, કોહલી અને રહાણેએ ટીમ ઇન્ડિયાના મિડલ ઓર્ડરને સંભાળ્યો છે. પરંતુ ચેતેશ્વર પુજારા વિતેલા 18 મેચમાં એક પણ સેન્ચુરી ફટકારી નથી. ઉપરાં પુજારાની સ્લો સ્ટ્રાઈક રેટને કારણે પણ તેને ટીકાનો સામનો કરવો પડ્યો છે. વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ પુજારાએ ખાતું ખોલવા માટે 35 બોલ લીધા હતી.
વિરાટ કોહલીએ કહ્યું, “અમે વિતેલા કેટલાક વર્ષોથી વિશ્વની સૌથી સારી ટીમ બન્યા છે. અમે અમારી ટીમને નીચે પડતી નથી જોઈ શકતા. અમારે રમત અનુસાર ફેરફાર કરવાની જરૂરત છે. અમે ટૂંકમાં જ મોટા નિર્ણય કરીશું. અમારી પાસે એટલો સમય નથી કે ફેરફાર માટે એક કે બે વર્ષની રાહ જોઈએ.”
કેએલ રાહુલને મળી શકે છે તક
વિરાટ કોહલીના આ નિવેદનથી સ્પષ્ટ છે કે પુજારા ઉપરાંત અંજિક્ય રહાણેના સ્થાને પર પણ સવાલો ઉભા થયા છે. મેલબર્ન ટેસ્ટમાં સેન્ચુરી ફટકારવા ઉપરાંત રહાણે ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વિરૂદ્ધ મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યા છે.
ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર ટીમ મેનેજમેન્ટ હવે યુવા ખેલાડીઓને વધારે તક આપવા માગે છે. ઉપરાંત કેએલ રાહુલના શાનદાર ફોર્મને જોતા હવે ટીમ ઇન્ડિયા તેને મિડલ ઓર્ડરમાં તક આપી શકે છે. ઉપરાંત હનુમાન વિહારીને પણ હવે વધારે તક આપવામાં આવી શકે છે.