IND vs SA: પ્રથમ ટેસ્ટમાં કેએલ રાહુલ કરશે વિકેટકીપિંગ, કેએસ ભરતને નહી મળે તક? કોચ રાહુલ દ્રવિડે કર્યું કન્ફર્મ
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે.
Rahul Dravid On KL Rahul: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ મેચ 26 ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં રમાશે. પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હશે? ભારતીય પ્લેઈંગ ઈલેવનને લઈને સતત અટકળો થઈ રહી છે. ખાસ કરીને વિકેટકીપર તરીકે પ્લેઈંગ ઈલેવનમાં કયા ખેલાડીને તક મળશે? કેએલ રાહુલ ઉપરાંત કેએસ ભરત વિકેટકીપર તરીકે દાવેદાર છે. પરંતુ તે દરમિયાન ભારતીય કોચ રાહુલ દ્રવિડે સંકેત આપ્યો હતો કે પ્રથમ ટેસ્ટ મેચમાં પ્લેઇંગ ઇલેવનમા કેએલ રાહુલને તક મળશે.
#TeamIndia members are here at the SuperSport Park, as they gear up for the 1st Test against South Africa.#SAvIND pic.twitter.com/NEKEpSqL7s
— BCCI (@BCCI) December 24, 2023
રાહુલ દ્રવિડે કેએલ રાહુલ વિશે શું કહ્યું?
ભારતીય કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે કેએલ રાહુલ ટેસ્ટ ફોર્મેટમાં પોતાની વિકેટકીપિંગને લઈને આત્મવિશ્વાસ ધરાવે છે. તેણે કહ્યું કે ટેસ્ટ ફોર્મેટમાં વિકેટકીપિંગ એક મજાનો પડકાર છે. પરંતુ કેએલ રાહુલ માટે આ સારી તક છે. કારણ કે ઈશાન કિશન અમારી ટીમનો ભાગ નથી તેમ છતાં અમારી પાસે વિકેટકીપર માટેના વિકલ્પો છે. કેએલ રાહુલ પોતાની વિકેટકીપિંગને લઈને આત્મવિશ્વાસથી ભરપૂર છે. જો કે, આ ખેલાડીએ ટેસ્ટ મેચોમાં સતત વિકેટકીપિંગ કરી નથી પરંતુ 50 ઓવરના ફોર્મેટમાં વિકેટ કીપિંગ કરી રહ્યો છે.
It is time for the Test series and Captain Rohit Sharma is READY! 💪🏾🙌🏽#TeamIndia | @ImRo45 | #SAvIND pic.twitter.com/EYwvGjuKGw
— BCCI (@BCCI) December 24, 2023
કેએલ રાહુલ માટે વિકેટકીપિંગ કેમ સરળ રહેશે?
રાહુલ દ્રવિડે કહ્યું કે કેએલ રાહુલ છેલ્લા 5-6 મહિનાથી સતત વિકેટ કીપિંગ કરી રહ્યો છે. પરંતુ દક્ષિણ આફ્રિકામાં બોલ સ્પિનની સરખામણીમાં પિચ પર પડ્યા બાદ ઝડપથી આવે છે. આ કારણે કેએલ રાહુલનું કામ સરળ નહી હોય કારણ કે અહીંની પિચ પર બોલ વધુ સ્પિન નહીં થાય. અમારા માટે કેએલ રાહુલ જેવો વિકલ્પ હોવો ખૂબ જ સારી વાત છે, જે વિકેટકીપિંગ ઉપરાંત સારી બેટિંગ કરે છે.