શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Ranji Trophy Final: બંગાળ અને સૌરાષ્ટ્ર વચ્ચે આવતીકાલે ફાઇનલ મેચ, આ ખેલાડીઓ પર રહેશે નજર

રણજી ટ્રોફી 2022-23ની ફાઇનલ મેચ 16 ફેબ્રુઆરીથી રમાશે. આ ટાઈટલ મેચમાં બંગાળને સૌરાષ્ટ્રના પડકારનો સામનો કરવો પડશે

રણજી ટ્રોફી 2022-23ની ફાઇનલ મેચ 16 ફેબ્રુઆરીથી રમાશે. આ ટાઈટલ મેચમાં બંગાળને સૌરાષ્ટ્રના પડકારનો સામનો કરવો પડશે. બંને ટીમો વચ્ચે ફાઇનલ મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાશે. એવા અહેવાલો છે કે ઈડન ગાર્ડનની પીચ પર લીલું ઘાસ રહેશે જેના કારણે ઝડપી બોલરોને મદદ મળશે. અગાઉ સેમિફાઇનલ મેચમાં બંગાળે મધ્યપ્રદેશને 306 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું હતું, જ્યારે સૌરાષ્ટ્રે કર્ણાટકને 4 વિકેટે હરાવી ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.

આ ખેલાડીઓ પર રહેશે નજર

જો કે, રણજી ટ્રોફી 2022-23ની ફાઇનલ મેચમાં બંને ટીમના ઘણા ખેલાડીઓની નજર રહેશે. આ ખેલાડીઓની યાદીમાં બંગાળના અભિમન્યુ ઇશ્વરન અને સૌરાષ્ટ્રના જયદેવ ઉનડકટ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. આજે આપણે એવા ખેલાડીઓ વિશે જોઈશું જે ફાઈનલ મેચમાં પોતપોતાની ટીમ માટે મેચ વિનર સાબિત થઈ શકે છે.

અભિમન્યુ ઇશ્વરન

રણજી ટ્રોફી 2022-23ની ફાઇનલ મેચમાં બંગાળને તેના ખેલાડી અભિમન્યુ ઇશ્વરન પાસેથી ઘણી આશાઓ હશે. વાસ્તવમાં, આ સિઝનમાં અભિમન્યુ ઇશ્વરને ખૂબ સારી બેટિંગ કરી છે. આ સિઝનમાં અભિમન્યુ ઇશ્વરને 7 મેચમાં 782 રન બનાવ્યા છે. આ દરમિયાન અભિમન્યુ ઇશ્વરની એવરેજ 78.20 રહી છે. અભિમન્યુ ઇશ્વરન રણજી ટ્રોફી 2022-23 સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં આઠમાં નંબરે છે.

મનોજ તિવારી

રણજી ટ્રોફીની ફાઈનલ મેચમાં મનોજ તિવારી પર ચાહકોની નજર રહેશે. વાસ્તવમાં મનોજ તિવારી બંગાળ ટીમના કેપ્ટન હોવાની સાથે ખૂબ જ અનુભવી ખેલાડી છે. આ કારણે બંગાળની ટીમ ફાઈનલ મેચમાં પોતાના કેપ્ટન પાસેથી વધુ સારા પ્રદર્શનની આશા રાખશે. જો કે મધ્યપ્રદેશ સામેની સેમિફાઈનલ મેચમાં મનોજ તિવારીનું પ્રદર્શન સારુ રહ્યું નહોતું.  આ મેચની બંને ઇનિંગ્સમાં મનોજ તિવારીએ અનુક્રમે 42 અને 15 રન બનાવ્યા હતા.

શેલ્ડન જેક્સન

સૌરાષ્ટ્રનો બેટ્સમેન શેલ્ડન જેક્સન શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. આ ખેલાડીએ કર્ણાટક સામેની સેમિફાઇનલ મેચમાં 160 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ સાથે જ હવે સૌરાષ્ટ્રની ટીમ ફાઈનલ મેચમાં આ બેટ્સમેન પાસેથી મોટી ઈનિંગની અપેક્ષા રાખશે. ડોમેસ્ટિક ક્રિકેટમાં શેલ્ડન જેક્સનનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. બંગાળ સામેની ફાઈનલ મેચમાં શેલ્ડન જેક્સન ટીમ માટે ટ્રમ્પ કાર્ડ સાબિત થઈ શકે છે.

જયદેવ ઉનડકટ

ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 4 ટેસ્ટ મેચોની શ્રેણી રમી રહી છે. આ સિરીઝમાં જયદેવ ઉનડકટ ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, પરંતુ જયદેવ ઉનડકટને રણજી ટ્રોફીની ફાઈનલ મેચ માટે ભારતીય ટીમમાંથી રીલિઝ કરવામાં આવ્યો છે. જોકે, સૌરાષ્ટ્રને આ ફાસ્ટ બોલર પાસેથી વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે. આંકડા દર્શાવે છે કે જયદેવ ઉનડકટનું સ્થાનિક ક્રિકેટમાં પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે.

અર્પિત વસાવડા

કર્ણાટક સામેની સેમિફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રના બેટ્સમેન અર્પિત વસાવડાએ શાનદાર ઇનિંગ રમી હતી. આ ખેલાડીએ સેમિફાઇનલ મેચમાં 202 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 21 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. અર્પિત વસાવડાની શાનદાર ઇનિંગને કારણે સૌરાષ્ટ્રે સેમિફાઇનલ મેચમાં કર્ણાટકને 4 વિકેટે હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. જો કે ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રને આ બેટ્સમેન પાસેથી મોટી ઇનિંગની અપેક્ષા રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Navsari News : નવસારીમાં ચીકુનો પાકમાં ભારે નુકસાન થતા ખરીદી બંધ કરાઇHun To Bolish : હું તો બોલીશ : નશીલા ગીતો કેમ?Hun To Bolish : હું તો બોલીશ : બધુ જ નકલી તો અસલી શું?Amreli Murder Case: જાફરાબાદના વડલી ગામની હત્યા કેસમાં પોલીસે બનેવીની કરી ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction 2025: પ્રસિદ્ધ કૃષ્ણા પર થયો રૂપિયાનો વરસાદ,ગુજરાત ટાઈટન્સે આટલા કરોડમાં ખરીદ્યો
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL Auction: હરાજીમાં માલામાલ થયો પંત, જુઓ સૌથી વધુ રકમમાં વેચાનારા ખેલાડીઓનું લિસ્ટ
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
IPL 2025 Auction: સનરાઈઝર્સ હૈદરાબાદે ઈશાન કિશન પર લગાવ્યો મોટો દાવ, 11.25 કરોડમાં ખરીદ્યો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
સોશિયલ મીડિયા પર નકારાત્મક કન્ટેન્ટ માનસિક સ્વાસ્થ્યને બગાડી શકે છે, અભ્યાસમાં થયો મોટો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
Covid-19થી વધ્યું હાર્ટ એટેકનું જોખમ, અત્યંત ડરામણો છે નવા અભ્યાસમાં થયેલો ખુલાસો
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
પ્રિયંકા ગાંધીની જીતે કરી નાખ્યું એ કામ, જે આઝાદ ભારતના ઇતિહાસમાં આજ સુધી નહોતું થયું!
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજકારણમાંથી નિવૃત્તિ અંગે શરદ પવારનું મોટું નિવેદન, કહ્યું- 'હું અને...'
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Jharkhand CM: આ તારીખે ઝારખંડના મુખ્યમંત્રી પદના શપથ લેશે હેમંત સોરેન 
Embed widget