(Source: ECI/ABP News/ABP Majha)
IPLના ખેલાડીની રેપ કેસમાં ધરપકડ, 17 વર્ષીય છોકરી સાથે રેપ કરીને દેશ છોડીને થઇ ગયો હતો ફરાર, જાણો
ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર છોકરી પર બળાત્કારના આરોપી નેપાલી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાનેની સવારે 10 વાગે (સ્થાનિક સમયાનુસાર) કાઠમંડૂથી ધરપકડ કરી લીધી.
Sandeep Lamichhane Arrested By Nepal Police: નેપાલના ક્રિકેટર સંદીપ લામિછાનેને પોલીસે કાઠમંડૂ એરપોર્ટ પરથી ગુરુવારે ઝડપી પાડ્યો છે, સંદીપ પર એક છોકરી સાથે બળાત્કાર કરવાનો રેન કેસ લાગેલો છે. આને લઇને સંદીપે અનેક સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી હતી અને ખુદને નિર્દોષ ગણાવ્યો હતો. સંદીપ લામિછાને છેલ્લા કેટલાક સમયથી દેશની બહાર ફરાર થઇ ગયો હતો, અને પોલીસે તેને પકડવા માટે વૉરંટ પણ ઇશ્યૂ કરી દીધુ હતુ. જોકે, સંદીપ લામિછાને ફેસબુક પૉસ્ટમાં કહ્યું હતુ કે, તે પોલીસને તપાસમાં સહયોગ કરશે, ક્રિકેટરે તપાસ દરમિયાન તેના વકીલને સાથે રહેવાની અનુમતિ માંગી હતી.
ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર છોકરી પર બળાત્કારના આરોપી નેપાલી ટીમના પૂર્વ કેપ્ટન સંદીપ લામિછાનેની સવારે 10 વાગે (સ્થાનિક સમયાનુસાર) કાઠમંડૂથી ધરપકડ કરી લીધી. સંદીપ લામિછાને આને લઇને ફેસબુક પર પોતાનો પક્ષ મુક્યો હતો.
તેને ફેસબુક પર લખ્યું- હું તપાસના તમામ તબક્કામાં પુરેપુરો સહયોગ આપીશ અને પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે કાયદેસરની લડાઇ લડીશ.
22 વર્ષીય સંદીપ લામિછાને નેપાલ ક્રિકેટ ટીમને કેપ્ટન હોવા ઉપરાંત એક સ્ટાર ક્રિકેટર છે, ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ આઇપીએલમાં પણ રમી ચૂક્યો છે. ખાસ વાત છે કે, ધરપડક વૉરંટ ઇશ્યૂ થયા બાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી હતી. જોકે, રિપોર્ટ પ્રમાણે સંદીપ લામિછાને દેશ છોડીને ભાગી ગયો હતો. આ ઉપરાંત ઇન્ટરપૉલે પણ સંદીપ લામિછાને વિરુદ્ધ 'ડિફ્યૂઝન' નૉટિસ જાહેર કરી દીધી હતી. નેપાળ ક્રિકેટ ટીમનો કેપ્ટન સંદીપ લામિછાને કાઠમંડુની એક હોટલમાં 17 વર્ષની સગીર છોકરી પર દુષ્કર્મ કરવાના આરોપમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો.
સંદીપ લામિછાને નેપાળ ક્રિકેટ ટીમનો કેપ્ટન છે, પરંતુ રેપના આરોપ બાદ નેપાળ ક્રિકેટ એસોસિએશન (CAN)એ 8 સપ્ટેમ્બરે જ એક આદેશ જારી કરીને સંદીપને સસ્પેન્ડ કરી દીધો હતો. સંદીપ પર કાઠમંડુની એક હોટલમાં 17 વર્ષની સગીર છોકરીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે એક કોર્ટે સંદીપ વિરુદ્ધ ધરપકડ વોરંટ પણ જારી કર્યું હતું.