શોધખોળ કરો
Advertisement
રવિન્દ્ર જાડેજા એકવીસમી સદીમાં ભારતનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર, વિઝડન દ્વારા મોટું સન્માન, જાણો વિગત
જાડેજાનું એમવીપી રેટિંગ 97.3 હતું, જે શ્રીલંકાના મુથૈયા મુરલીધરન બાદ બીજા નંબરના સ્થાને હતું.
નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ ભારતના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને વિઝડન દ્વારા 21મી સદીનો દેશનો સૌથી મૂલ્યવાન ખેલાડી (એમવીપી) તરીકે નૉમિનેટ કરાયો છે. ટીમમાં જાડેજાનું યોગદાન બૉલ, બેટ અને ફિલ્ડિંગની સાથે પ્રસંશનીય રહ્યું છે. વિઝડને પોતાના પ્રદર્શનનું વિશ્લેષણ કરવા માટે ક્રિકેટમાં એક ડિટેલ્ડ ટૂલનો ઉપયોગ કર્યો હતો જેનુ નામ ક્રિકવિઝ છે.
જાડેજાનું એમવીપી રેટિંગ 97.3 હતું, જે શ્રીલંકાના મુથૈયા મુરલીધરન બાદ બીજા નંબરના સ્થાને હતી, અને આ રીતે તેને 21મી સદીનો બીજો સૌથી મૂલ્યવાન ટેસ્ટ ખેલાડી પસંદ કરવામાં આવ્યો હતો.
ક્રિકવિઝના ફ્રેડી વાઇલ્ડે વિઝડનને જણાવ્યુ કે, ભારતના સ્પિનર બૉલર રવિન્દ્ર જાડેજાને જોઇને આશ્ચર્યચકિત થઇ શકે છે, આ ભારતનો નંબર વન ખેલાડી છે. અંતે, તે હમેશા પોતાની ટેસ્ટ ટીમમાં એક ઓટોમેટિક ચૂટણીની જેમ નથી સિલેક્ટ થતો. જોકે ત્યારે તે રમે છે તો તેને ફ્રન્ટલાઇન બૉલર તરીકે પસંદ કરવામાં આવે છે, અને નંબર 6 પર ટૉપની બેટિંગ કરે છે. તેનુ મેચમાં ખુબ યોગદાન રહે છે.
તેમણે કહ્યું કે 31 વર્ષીય બૉલરની એવરેજ 24.62ની છે, જે શેન વોર્નની તુલનામાં સારી છે, અને તેની બેટિંગની એવરેજ 35.26 જે શેન વૉટસનથી સારી છે. તેની બેટિંગ અને બૉલિંગની એવરેજ અંતર 10.62 રન છે, જે કોઇપણ ખેલાડીનો આ સદીનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કૉર છે. જાડેજાએ 1000થી વધુ રન બનાવ્યા છે અને 150થી વધુ વિકેટ લીધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
સ્પોર્ટ્સ
ક્રિકેટ
Advertisement