શોધખોળ કરો

IND vs WI: રવિંદ્ર જાડેજાએ તોડ્યો કપિલ દેવનો મોટો રેકોર્ડ, દિલ્હીના મેદાન પર રચ્યો ઈતિહાસ 

વેસ્ટ ઇન્ડીઝ સામે દિલ્હી ટેસ્ટના ચોથા દિવસે રવિન્દ્ર જાડેજાએ ચોથી વિકેટ લેતા જ કપિલ દેવનો પ્રતિષ્ઠિત રેકોર્ડ તોડી નાખ્યો. જાડેજા પાસે હવે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 33 ટેસ્ટ વિકેટ છે.

Ravindra Jadeja record, IND vs WI: વેસ્ટ ઇન્ડીઝ સામે દિલ્હી ટેસ્ટના ચોથા દિવસે રવિન્દ્ર જાડેજાએ ચોથી વિકેટ લેતા જ કપિલ દેવનો પ્રતિષ્ઠિત રેકોર્ડ તોડી નાખ્યો. જાડેજા પાસે હવે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 33 ટેસ્ટ વિકેટ છે. કપિલ દેવે આ મેદાન પર 32 વિકેટ લીધી હતી. અનિલ કુંબલે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ ધરાવે છે. કુંબલેએ આ મેદાન પર 7 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં કુલ 58 વિકેટ લીધી હતી.

અશ્વિને આ મેદાન પર 5 ટેસ્ટ મેચમાં 33 વિકેટ લીધી છે. જાડેજાએ આ મેદાન પર કુલ 5 ટેસ્ટ મેચ રમી છે. કપિલ દેવે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 9 ટેસ્ટ મેચમાં 32 વિકેટ લીધી હતી.

ભારતમાં ટેસ્ટ મેચમાં સૌથી વધુ વિકેટ અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી

અનિલ કુંબલે - 7 ટેસ્ટમાં 58 વિકેટ
રવિન્દ્ર જાડેજા - 5 ટેસ્ટમાં 33 વિકેટ
અશ્વિન - 5 ટેસ્ટમાં 33 વિકેટ
કપિલ દેવ - 9 ટેસ્ટમાં 32 વિકેટ
બીએસ ચંદ્રશેખર - 5 ટેસ્ટમાં 23 વિકેટ

વધુમાં, રવિંદ્ર જાડેજા ભારતમાં રમતી વખતે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર ત્રીજો ભારતીય બોલર બન્યો છે. આમ કરીને, જાડેજાએ હરભજન સિંહને પાછળ છોડી દીધો છે.

ભારતીય ધરતી પર ભારત માટે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ 

476 - અનિલ કુંબલે (204 ઇનિંગ્સ)
475 - રવિચંદ્રન અશ્વિન (193 ઇનિંગ્સ)
377* - રવિન્દ્ર જાડેજા (199 ઇનિંગ્સ)
376 - હરભજન સિંહ (199 ઇનિંગ્સ)
319 - કપિલ દેવ (202 ઇનિંગ્સ)

જાડેજાએ જોન કેમ્પબેલને આઉટ કરીને આ રેકોર્ડ હાંસલ કર્યો 

જોન કેમ્પબેલને રવિંદ્ર જાડેજાએ એલબીડબ્લ્યુ આઉટ કર્યો. કેમ્પબેલે શાનદાર સદી ફટકારી અને 115 રન બનાવીને આઉટ થયો. પોતાની ઇનિંગમાં જોન કેમ્પબેલે 199  બોલનો સામનો કર્યો, જેમાં 12  ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા. જોન કેમ્પબેલ 23  વર્ષમાં ભારતમાં ટેસ્ટ સદી ફટકારનાર પ્રથમ વેસ્ટ ઇન્ડીઝ ઓપનર પણ બન્યો. કેમ્પબેલ અને શાઈ હોપે ત્રીજી વિકેટ માટે 177  રનની ભાગીદારી કરી.  

ભારતને 121  રનનો લક્ષ્યાંક આપ્યો

પહેલી ઇનિંગમાં ફોલોઓનની ફરજ પડ્યા બાદ, વેસ્ટ ઇન્ડીઝે બીજી ઇનિંગમાં નોંધપાત્ર જુસ્સો દર્શાવ્યો. તેમણે ઇનિંગ હારના ખતરાને ટાળ્યો અને ભારતને 121  રનનો લક્ષ્યાંક આપ્યો. દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝે બધાને ચોંકાવી દીધા. તેમણે બીજી ઇનિંગમાં 390 રન બનાવ્યા. સૌથી મહત્વની વાત એ છે કે તેમણે છેલ્લી વિકેટ માટે 79 રનની ભાગીદારી કરી.                  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
Embed widget