શોધખોળ કરો

T20 WC 2022: આ નબળી ટીમના ખેલાડીએ આ વર્લ્ડકપમાં ફટકાર્યા છે સૌથી વધુ છગ્ગા, જાણો 10 ખાસ આંકડા....

ટી20 વર્લ્ડકપ 2022માં કુલ 45 મેચોમાથી 42 મેચો રમાઇ ચૂકી છે. આ મેચોમાં કેટલાક રન બન્યા, છગ્ગા -ચોગ્ગા અને બૉલિંગનો દમ જોવા મળ્યો છે,

T20 WC 2022 Stats: આઇસીટી ટી20 વર્લ્ડકપમાં સુપર 12 રાઉન્ડ પુરો થઇ ચૂક્યો છે, હવે માત્ર સેમિ ફાઇનલ અને ફાઇનલ મેચની જ રાહ જોવાઇ રહી છે, આ બધાની વચ્ચે અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ, આ ટૂર્નામેન્ટમાં ધમાલ કોણે બેટથી અને બૉલથી વધારે મચાવી દીધી છે. 

ટી20 વર્લ્ડકપ 2022માં કુલ 45 મેચોમાથી 42 મેચો રમાઇ ચૂકી છે. આ મેચોમાં કેટલાક રન બન્યા, છગ્ગા -ચોગ્ગા અને બૉલિંગનો દમ જોવા મળ્યો છે, પરંતુ આ બધાની વચ્ચે નબળી ટીમ તરીકે જાણીતી ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડરે બધાને ચોંકાવ્યા છે. ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર બેટ્સમેન સિકન્દર રજા છગ્ગા ફટકારવામાં આખી ટૂર્નામેન્ટમાં સૌથી આગળ ચાલી રહ્યો છે. જોકે વિકેટો ઝડપવાના મામલામાં શ્રીલંકાના ઓલરાઉન્ડર અને સ્પીનર વાનિન્દુ હસરંગા છે.

જાણો આઇસીસી ટી20 વર્લ્ડકપ 2022ના ખાસ આંકડાઓ.....

1. સર્વોચ્ચ સ્કૉરઃ દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશ વિરુદ્ધ 5 વિકેટ ગુમાવીને 205 રન ફટકાર્યા. 
2. સૌથી મોટી જીતઃ દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને 104 રને હરાવ્યુ. 
3. સૌથી વધુ રનઃ વિરાટ કોહલી 246 રન બનાવીને ટૉપ પર ચાલી રહ્યો છે, તેને 5 ઇનિંગોમાં 123 ની લાજવાબ બેટિંગ એવરેજ અને 138.98 ના સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા છે. 
4. સર્વશ્રેષ્ઠ ઇનિંગઃ દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન રિલી રોસોએ બાંગ્લાદેશ વિરુદ્ધ 109 રનની ઇનિંગ રમી. 
5. સૌથી વધુ છગ્ગાઃ ઝિમ્બાબ્વેના સિકન્દર રજાએ 11 છગ્ગા ફટકાર્યા છે. 
6. સૌથી વધુ વિકેટઃ શ્રીલંકન સ્પીનર વાનિન્દુ હસરંગાએ 8 મેચોમાં 15 વિકેટો ઝડપી, આ દરમિયાન તેની બૉલિંગ એવરેજ 13.26 અને ઇકોનૉમી રેટ 6.41 નો રહ્યો છે. 
7. સર્વશ્રેષ્ઠ બૉલિંગઃ ઇંગ્લેન્ડના ફાસ્ટ બૉલર સેમ કરને અફઘાનિસ્તાન વિરુદ્ધ મેચમાં 3.4 ઓવરમાં 10 રન આપીને 5 વિકેટો ઝડપી.
8. સૌથી બેસ્ટ વિકેટકીપિંગઃ નેધરલેન્ડ્સના સ્કૉટ એડવર્ડ્સ 8 મેચોમાં સ્ટમ્પની પાછળ 9 શિકાર ઝડપ્યા. 
9. સૌથી વધુ કેચઃ શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ 8 મેચોમાં 9 કેચ ઝડપ્યા છે. 
10. સૌથી મોટી ભાગીદારીઃ દક્ષિણ આફ્રિકાના રિલી રોસો અને ક્વિન્ટૉન ડી કૉકે બાંગ્લાદેશ વિરુદ્ધ 168 રનની ભાગીદારી કરી હતી.

T20 WC 2022: સેમિ ફાઇનલ મેચો ક્યારે ને ક્યાંથી જોઇ શકાશે ? જાણો લાઇવ ટેલિકાસ્ટ સાથેની ડિટેલ્સ

T20 WC 2022 Semifinals: આઇસીટી ટી20 વર્લ્ડકપ 2022માં શનિવારે અને રવિવારે રમાયેલી મહત્વની મેચો બાદ ચારેય સેમિ ફાઇનલલિસ્ટનુ નામ નક્કી થઇ ગયુ છે. આશા પ્રમાણે, ન્યૂઝીલેન્ડ (New Zealand) અને ભારત (India) એ તો અંતિમ ચારમાં જ્ગ્યા પહેલાથી જ બનાવી લીધી હતી, પરંતુ હવે ઇંગ્લેન્ડ (England) અને પાકિસ્તાન (Pakistan) એ પણ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે આ ચારમાં પાકિસ્તાનની એન્ટ્રી બધાને ચોંકાવનારી છે, કેમ કે નેધરલેન્ડ્સે સાઉથ આફ્રિકાને કરો યા મરોની મેચમાં જબરદસ્ત હાર આપી અને પાકિસ્તાની ઓટોમેટિકલી સેમિ ફાઇનલમાં પહોંચી ગયુ, કોઇને પણ આશા ન હતી કે પાકિસ્તાન આ રીતે પહોંચી જશે. જાણો સેમિ ફાઇનલ અંગેની ડિટેલ્સ.  

ક્યારે ને ક્યાં રમાશે સેમિ ફાઇનલ મેચો ?
ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાનની મેચ 9 નવેમ્બર (બુધવારે) બપોરે 1.30 વાગ્યાથી શરૂ થશે, આ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી સેમિ ફાઇનલ મેચ 10 નવેમ્બરે (ગુરુવાર) બપોરે 1.30 વાગ્યાથી રમાશે. આ મેચ એડિલેડના મેદાનમાં રમાશે. વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખતા બન્ને મેચોમાં રિઝર્વ ડે ઉપલબ્ધ રહેશે. એટલે કે જો વરસાદ પડશે તો નિર્ધારિત દિવસમા મેચનુ પરિણામ નહીં, તો આગામી દિવસે મેચ પુરી કરવામાં આવશે. 

ક્યાંથી જોઇ શકાશે લાઇવ ટેલિકાસ્ અને સ્ટ્રીમિંગ ?
ટી20 વર્લ્ડકપ 2022ની તમામ મેચોના પ્રસારણ અધિકાર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની પાસે છે. આવામાં સ્ટાર સ્પોર્ટ્સની અલગ અલગ ચેનલો પર સેમિ ફાઇનલની મેચોનુ લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આની સાથે જ ડિઝ્ની+હૉટસ્ટાર એપ પર લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Embed widget