શોધખોળ કરો
Advertisement
માત્ર 23 વર્ષની ઉંમરે ઋષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં કર્યુ આ મોટુ પરાક્રમ, કપિલ દેવને પણ છોડ્યો પાછળ, જાણો વિગતે
ઋષભ પંત રિધમમાં હતો અને ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં તેને શાનદાર ઇનિંગ રમતા 77 બૉલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 58 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગની સાથે પંતે ટેસ્ટ ક્રિકેટમાં છગ્ગા મારવાનો એક મોટો રેકોર્ડ પોતાના નામ કરી લીધો છે
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત ટેસ્ટ ક્રિકેટમાં આજકાલ જબરદસ્ત ફોર્મમાં દેખાઇ રહ્યો છે. એક પછી એક દરેક ટેસ્ટમાં બેટિંગ કરીને ટીમ માટે મહત્વનો બની રહ્યો છે. ઓસ્ટ્રેલિયા બાદ હવે ઇંગ્લેન્ડ સામે ફરી એકવાર પંતનુ બેટ બોલી રહ્યું છે. તાબડતોડ બેટિંગના સહારે ઋષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં છગ્ગા ફટકારવાનો એક મોટો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે.
ઋષભ પંત રિધમમાં હતો અને ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં તેને શાનદાર ઇનિંગ રમતા 77 બૉલમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 58 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગની સાથે પંતે ટેસ્ટ ક્રિકેટમાં છગ્ગા મારવાનો એક મોટો રેકોર્ડ પોતાના નામ કરી લીધો છે.
માત્ર 23 વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાં ઋષભ પંતે સૌથી વધુ છગ્ગા ફટકારી દીધા છે. આ રેકોર્ડ પહેલા ન્યૂઝીલેન્ડના ટિમ સાઉથીના નામે હતો. પંતના 23 વર્ષની ઉંમરે 31 છગ્ગા છે, કપિલ દેવે 23 વર્ષની ઉંમરે 29 છગ્ગા ફટકાર્યા હતા.
માત્ર 23 વર્ષની ઉંમરે - નાની ઉંમરે સૌથી વધુ ટેસ્ટ છગ્ગા....
31 છગ્ગા- ઋષભ પંત (ભારત)
30 છગ્ગા- ટિમ સાઉથી (ન્યૂઝીલેન્ડ)
29 છગ્ગા- કપિલ દેવ (ભારત)
28 છગ્ગા- ક્રેગ મેકમિલન (ન્યૂઝીલેન્ડ)
27 છગ્ગા- શિમરૉન હેટમેયર (વેસ્ટ ઇન્ડિઝ)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion