શોધખોળ કરો

Pant Injury: IPL બાદ ઋષભ પંત આ મોટી ટૂર્નામેન્ટમાથી પણ બહાર, વાપસી કરતાં લાગશે આટલો સમય, BCCIએ આપ્યુ અપડેટ

ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર ઋષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો,. હાલ તે મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં છે

Rishabh Pant, World Cup 2023: બે અઠવાડિયા પહેલા કાર અકસ્માતનો ભોગ બની ચૂકેલા ઋષભ પંત પર મોટા સમાચાર સામે આવ્યા છે, બીસીસીઆઇએ ઋષભ પંતની ઇજા અને તેની વાપસી પર મોટુ અપડેટ આપ્યુ છે, બીસીસીઆઇ અનુસાર, ઋષભ પંત આગામી વનડે વર્લ્કપ 2023 ગુમાવશે, અને તેને મેદાન પર વાપસી કરતા લગભગ 6 મહિનાનો સમય લાગી શકે છે. ઉલ્લેખનીય છે કે, આ અપડેટ બાદ નક્કી થઇ ગયુ છે કે, ઋષભ પંત આગામી વર્લ્ડકપમાં રમતો નહીં જોવા મળે, કેમ કે વર્લ્ડકપ આગામી ઓક્ટોબર- નવેમ્બરમાં રમાશે.  

ઋષભ પંત હાલ કોકિલાબેન હૉસ્પીટલમાં સારવાર હેઠળ છે- 
ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર ઋષભ પંત કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો,. હાલ તે મુંબઈની કોકિલાબેન ધીરૂભાઈ અંબાણી હોસ્પિટલમાં છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ગયા મહિને દિલ્હીથી રૂડકીમાં પોતાના ઘરે જતી વખતે તે માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો. હવે તેમના વિશે એક મોટી માહિતી સામે આવી રહી છે.

પંત 2023માં નહીં રમી શકશે?
કાર અકસ્માત બાદ 25 વર્ષીય પંતની મુંબઈની એક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હવે સૂત્રોનું કહેવું છે કે, વર્ષ 2023માં તે મોટાભાગનો સમય ક્રિકેટથી દૂર જ રહેશે. જેના કારણે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. આ વર્ષે બે ICC ટૂર્નામેન્ટ પણ યોજાવાની છે. એક છે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને બીજી છે ODI વર્લ્ડકપ. આટલું જ નહીં તે IPL સહિત ઘણી મોટી ટૂર્નામેન્ટમાં પણ નહીં રમી શકે. આમ ઋષભ પંતે આ વર્ષે લગભગ ક્રિકેટના મેદાનથી દુર જ રહેવાનો વારો આવશે. 

Car Accident: 'હું ઋષભ પંત છું', - અકસ્માત બાદ જીવ બચાવનારાને શું બોલ્યો પંત, જાણો 
Rishabh Pant Accident Rescue: ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન દૂર્ઘટનામાં ખરાબ રીતે ઘાયલ થઇ ગયો. તે દેહરાદૂનની હૉસ્પીટલમાં એડમિટ છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે, આ દર્દનાક દૂર્ઘટના 30 ડિસેમ્બરે રુડકીની પાસે થઇ હતી. જ્યાં ઋષભ પંતની કાર રેલિંગ સાથે ટકરાઇ અને બાદમાં સળગી ગઇ હતી. પરંતુ આ દૂર્ઘટનામાં પંતને સૌથી પહેલા બચાવ્યો એક બસ ડ્રાઇવરે, સુશીલ નામના બસ ડ્રાઇવર પંતની પાસે પહોંચ્યો, જેને પંતને કારમાથી બહાર કાઢ્યો હતો. 

બસ ડ્રાઇવરે બચાવ્યો - 

ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા બસ ડ્રાઇવર સુશીલે કહ્યું કે, કાર દુર્ઘટનામાં ઘાયલ થયા બાદ આ સ્ટાર ક્રિકેટર ગંભીર રીતે ઘાયલ હોત અને લંગડાઇ રહ્યો હતો, ઋષભ પંતે પોતાની ઓળખ આપતા કહ્યું હું ઋષભ પંત છું. તેની કારમાં આગ લાગ્યા બાદ સુશીલ કારની નજીક પહોંચ્યો, અે પંતને બચાવવા માટે કાચ તોડી નાંખ્યા.

સુશીલ અનુસાર, હું હરિદ્વાર તરફથી આવી રહ્યો હતો, અને પંત દિલ્હી બાજુએથી કાર આવી રહ્યો હતો, જ્યારે તેને જોયુ તો ભારતીય વિકેટકીપરની કાર ડિવાઇડર સાથે ટકરાઇ ગઇ, તો તેને પંતની મદદ માટે બસ ઉભી રાખી દીધી. રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે પંતની કાર બેરિકેડ તોડીને લગભગ 200 મીટર સુધી ઢસડાઇ હતી. 

પંત દિલ્લીધી ઉત્તરાખંડના રુડકી જઈ રહ્યો હતો ત્યારે આ અકસ્માત થયો હતો. પંત કારમાં એકલો જ હતો અને પોતાની લક્ઝુરીસ બીએમડબલ્યુ કારમાં ઉત્તરાખંડ જઈ રહ્યો હતો ત્યારે હમ્મદપુર ઝાલ પાસે રૂરકીની નરસાન બોર્ડર પર અકસ્માત થયો હતો. પંતને ઝોકું આવી જતાં તેની કાર બેકાબૂ થઈને રેલિંગ સાથે અથડાઈ હતી અને કારમાં આગ લાગી ગઈ હતી.  કાર પલટી ગઈ હતી અને ભારે મહેનત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો. પંતને પણ માંડ માંડ કારમાંથી બહાર કઢાયો હતો.  પંતને માથામાં ગંભીર ઈજા થઈ છે. શરૂઆતમા તેને દહેરાદૂનની મેક્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો હતો પણ તે પીઠ તથા બીજા ભાગે દાઝી ગયો હોવાથી તેની પ્લાસ્ટિક સર્જરી કરવી પડશે.  ડોક્ટરોના જણાવ્યા મુજબ રિષભની હાલત સ્થિર છે પણ પંત શરીરે ઘણી જગાએ દાઝી ગયો હોવાથી તેને સારવાર માટે દિલ્લી મોકલવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bharuch News: સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલે ગુરુ શિષ્યના સંબંધને લગાવ્યું લાંછનBulldozer Action in Gujarat: રાજ્યમાં ગેરકાયદે દબાણો પર ચાલ્યું 'દાદા'નું બુલડોઝર!Aravalli news: પોલીસકર્મી વિજય પરમારના ઘરેથી દારૂ મળવાના કેસમાં SITની રચનાAmreli Fake letter Scandal: સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે
રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
સુરતમાં ધરણા પ્રદર્શન કરે એ પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત, પોલીસ પર તાનાશાહીના કોંગ્રેસના આરોપ
Embed widget