ઋષભ પંત આ સીરીઝ સાથે મેદાનમાં કરશે વાપસી, અકસ્માત બાદ રમશે પ્રથમ મેચ
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટકીપર રિષભ પંતની વાપસીના સમાચાર સામે આવ્યા છે. પંત અકસ્માત બાદથી મેદાનથી દૂર છે.
ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત આ વર્ષની શરૂઆતમાં માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. જે બાદ પંત લાંબા સમય સુધી રમતથી દૂર હતો. એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે પંત 2023 વર્લ્ડ કપ સુધી સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. પરંતુ વાસ્તવમાં તેને રમતના મેદાન પર પાછા ફરવામાં થોડો વધુ સમય લાગશે. તે જ સમયે, અહેવાલોમાં તે પણ સામે આવ્યું છે કે આ ખેલાડી કઈ શ્રેણી સાથે ટીમમાં વાપસી કરશે.
ભારતના સ્ટાર વિકેટકીપર ઋષભ પંત 2024માં ઈંગ્લેન્ડ શ્રેણી પહેલા ભારતીય ટીમમાં વાપસી કરે તેવી શક્યતા છે. ભારત આવતા વર્ષે જાન્યુઆરીમાં ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. સ્પોર્ટ્સ ટુડેના અહેવાલ મુજબ પંત આવતા વર્ષે આઈપીએલમાં પણ રમશે. અનેક સર્જરીઓમાંથી પસાર થયા પછી, પંતે હવે ચાલવાનું શરૂ કર્યું છે અને અહેવાલો સૂચવે છે કે તે ટૂંક સમયમાં બેટિંગ પણ શરૂ કરશે. ચાહકો માટે આ એક સારા સમાચાર છે કારણ કે તે સીરીયલ મેચ વિનર છે અને દુનિયા આ ડેશિંગ પ્લેયરને મિસ કરી રહી છે.
અકસ્માત બાદ પંત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી, આઈપીએલ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જેવી મોટી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. તે ભારતમાં યોજાનાર એશિયા કપ અને વનડે વર્લ્ડ કપ પણ ચૂકી જવાનો છે. પંતે 33 ટેસ્ટ રમી છે અને 43.67ની એવરેજથી 2271 રન બનાવ્યા છે, જેમાં પાંચ સદી સામેલ છે. આ 33 ટેસ્ટ મેચોમાં તેણે ટીમ માટે કેટલીક યાદગાર ઇનિંગ્સ રમી છે. ODI ફોર્મેટમાં તેણે 30 મેચ રમી છે અને 34ની એવરેજથી 965 રન બનાવ્યા છે.
તે જાણીતું છે કે ફેબ્રુઆરી 2023 માં, પંતની મુંબઈમાં ડૉ. દિનશા પારડીવાલાની દેખરેખ હેઠળ સર્જરી કરવામાં આવી હતી. શસ્ત્રક્રિયા પછી, રિષભ પંતે સોશિયલ મીડિયા પર તેના ચાહકોને તેની સ્થિતિ વિશે અપડેટ કર્યું. ભારતીય વિકેટ-કીપરે તેના સોશિયલ મીડિયા પર 1 જુલાઈની પોસ્ટમાં તેના અકસ્માતને તેનો 'બીજો જન્મ' ગણાવ્યો હતો.
વાસ્તવમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટકીપર ઋષભ પંત 2024માં ઈંગ્લેન્ડ શ્રેણી પહેલા ભારતીય ટીમમાં વાપસી કરે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા આવતા વર્ષે જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડ સાથે તેમના ઘરે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમશે. પંત આ ટેસ્ટ શ્રેણીમાંથી મેદાનમાં પરત ફરી શકે છે. એટલે કે તે લગભગ એક વર્ષ પછી મેદાનમાં દેખાશે. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પંત આવતા વર્ષે પણ આઈપીએલમાં રમશે.