શોધખોળ કરો
Advertisement
'દાદા'એ અનેક જરૂરી વાતો જણાવી, હું સારું કરુ તેમ હંમેશા ઈચ્છે છેઃ પંત
BCCI અધ્યક્ષ બનતા પહેલા સૌરવ ગાંગુલી 2019ની આઈપીએલ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે મેંટોર તરીકે જોડાયો હતો.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત આશરે એક વર્ષથી ફેન્સના નિશાન પર રહ્યો છે. આઈપીએલ અને રણજી ટ્રોફીમાં ધમાકેદાર બેટિંગ કરીને ચર્ચામાં આવેલા પંતનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર ઘણું ઉતાર-ચઢાવવાળું રહ્યું છે. બેટિંગ દરમિયાન બેદરકારી સાથે પોતાની વિકેટ ગુમાવવા ઉપરાંત વિકેટ પાછળ થતી ભૂલોના કારણે તેની આલોચના થાય છે.
તેમ છતાં પંતને ભારતીય ક્રિકેટના ભવિષ્ય માટે સૌથી શ્રેષ્ઠ અને પ્રતિભાશાળી ક્રિકેટર માનવામાં આવે છે. ટીમ ઈન્ડિયાના સાથીઓથી લઈ પૂર્વ ક્રિકેટરોએ પંતની ટેલેન્ટ પર ભરોસો મૂક્યો છે. પંતને આઈપીએલમાં રિકી પોન્ટિંગ અને સૌરવ ગાંગુલી જેવા દિગ્ગજોનું માર્ગદર્શન પણ મળ્યું છે.
પંતે દિલ્હી કેપિટલ્સ માટે ઈન્સ્ટાગ્રામ ચેનલ પર લાઈવ દરમિયાન કહ્યું, "બીસીસીઆઈ અધ્યક્ષ અને પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ અનેક જરૂરી ટિપ્સ આપી. તેનાથી મને ઘણી મદદ મળી. દાદાએ કહ્યું હતું, તારે ખુદને થોડો સમય આપવાની જરૂર છે અને બાદમાં તું જે ઈચ્છે છે તે કરી શકીશ. હું હંમેશા સારું કરું તેમ તેઓ ઈચ્છે છે. તેમણે મને કેટલીક ચીજો બતાવી અને તેના પર મેં અમલ પણ કર્યો. જેનાથી મને મદદ મળી." BCCI અધ્યક્ષ બનતા પહેલા સૌરવ ગાંગુલી 2019ની આઈપીએલ સીઝનમાં દિલ્હી કેપિટલ્સ માટે મેંટોર તરીકે જોડાયો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાનો પૂર્વ દિગ્ગજ કેપ્ટન રિકી પોન્ટિંગ મુખ્ય કોચ તરીકે જોડાયો હતો.128* v/s SRH ✅ Team India Debut ✅ The Bromance of #DelhiCapitals ✅ The camaraderie with #MSDhoni ✅@RishabhPant17 took us on a trip down memory lane like no other in our exclusive #InstagramLIVE!#YehHaiNayiDillihttps://t.co/qZsmhk0XuE
— Delhi Capitals (Tweeting from Home🏠) (@DelhiCapitals) May 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion