ICC Test Rankings: રિષભ પંતે ટેસ્ટ રેન્કિંગમાં કોહલીને પાછળ છોડી દીધો, સરફરાઝે પણ લગાવી મોટી છલાંગ
Rishabh Pant Test Ranking: સરફરાઝ ખાને નવીનતમ ICC ટેસ્ટ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. જ્યારે રિષભ પંતે ટોપ 10માં જગ્યા બનાવી લીધી છે.
Rishabh Pant Test Ranking: તાજેતરમાં ICC ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. રિષભ પંત અને સરફરાઝ ખાને તાજેતરની ટેસ્ટ રેન્કિંગમાં ઘણો ફાયદો કર્યો છે. સરફરાઝે જોરદાર છલાંગ લગાવી છે. જ્યારે રિષભ પંતે ટોપ 10 બેટ્સમેનોની યાદીમાં જગ્યા બનાવી લીધી છે. તેણે ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીને પાછળ છોડી દીધો છે. યશસ્વી જયસ્વાલ ટોપ ફાઈવની યાદીમાં સામેલ છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ બેંગ્લોરમાં રમાઈ હતી. સરફરાઝ અને ઋષભે આ મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું.
ICC એ તાજેતરની ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે. આમાં ઈંગ્લેન્ડના રૂટ ટોચ પર છે. જ્યારે ભારતના ત્રણ ખેલાડીઓ ટોપ 10માં સામેલ છે. યશસ્વી જયસ્વાલ ચોથા નંબર પર છે. તેને 780 પોઈન્ટ મળ્યા છે. રિષભ પંતે ત્રણ સ્થાનની છલાંગ લગાવી છે. તે વિરાટ કોહલી કરતા પણ આગળ નીકળી ગયો છે. પંતના 745 પોઈન્ટ છે. કોહલી આઠમા સ્થાને છે. આ ત્રણ સિવાય ટોપ 10માં કોઈ ભારતીય સામેલ નથી.
સરફરાઝ ખાને 31 સ્થાનની છલાંગ લગાવી
સરફરાઝે ન્યૂઝીલેન્ડ સામેની બેંગ્લોર ટેસ્ટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે બીજી ઇનિંગમાં 150 રન બનાવ્યા હતા. સરફરાઝને રેન્કિંગમાં આનો ફાયદો થયો છે. તેઓ હવે સંયુક્ત 53મા સ્થાને પહોંચી ગયા છે. સરફરાઝે ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં 31 સ્થાનની છલાંગ લગાવી છે. આ તેની કારકિર્દીની મોટી સફળતા છે.
ટેસ્ટ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં જાડેજા ટોચ પર છે
ટેસ્ટમાં પુરૂષ ઓલરાઉન્ડરોની રેન્કિંગમાં રવિન્દ્ર જાડેજા ટોપ પર યથાવત છે. રવિચંદ્રન અશ્વિન બીજા સ્થાને છે. જ્યારે અક્ષર પટેલ સાતમા સ્થાને યથાવત છે. જસપ્રીત બુમરાહ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ટોપ પર છે. જ્યારે અશ્વિન બોલિંગ રેન્કિંગમાં બીજા સ્થાને છે. જાડેજા સંયુક્ત રીતે છઠ્ઠા સ્થાને છે. આમ આ રીતે ભારતીય ટીમના પ્લેયરોનો આઇસીસી રેન્કીંગમાં દબદબો છે.
આ પણ વાંચો : IND vs NZ 2nd Test: વોશિંગ્ટન સુંદરને પ્લેઇંગ-11માં સ્થાન મળશે કે નહીં? ગંભીરે પુણે ટેસ્ટ અગાઉ આપ્યો જવાબ