દિલ્હી કેપિટલ્સ છોડી રહ્યો છે ઋષભ પંત? મેગા ઓક્શન અગાઉ લેશે મોટો નિર્ણય
ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે
Rishabh Pant Leaving Delhi Capitals: ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, IPL 2025ની મેગા ઓક્શન પહેલા જ પંત પોતાના ભવિષ્યને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી રિકી પોન્ટિંગ પણ દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઈઝીને ઝટકો આપી ચૂક્યા છે. પોન્ટિંગ 7 વર્ષ સુધી દિલ્હી કેપિટલ્સ સાથે જોડાયેલા હતા, પરંતુ તેમના ગયા બાદ ટીમના મુખ્ય કોચનું પદ ખાલી થઈ ગયું છે.
ઋષભ પંત અને રિકી પોન્ટિંગ ઘણા સારા મિત્રો બની ગયા હોવાથી માનવામાં આવે છે કે રિકી પોન્ટિંગ દિલ્હી કેપિટલ્સ છોડવાના કારણે પંત પણ આ મોટો નિર્ણય લઈ શકે છે. પંત 2016થી દિલ્હીની ટીમ સાથે જોડાયેલો છે અને શ્રેયસ ઐયરની ઈજા બાદ તેને વર્ષ 2021માં કેપ્ટનશિપ આપવામાં આવી હતી. ત્યારથી તે ડીસી ટીમ માટે કેપ્ટનની ભૂમિકા ભજવી રહ્યો છે. જો પંત દિલ્હી છોડી દે છે તો દેખીતી રીતે મેગા ઓક્શનમાં તેના માટે કરોડોની બિડ લાગી શકે છે.
પંતના નેતૃત્વમાં દિલ્હીનું પ્રદર્શન
ઋષભ પંત છેલ્લા ચાર વર્ષથી દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરી રહ્યો છે. તેની કેપ્ટનશિપમાં દિલ્હી માત્ર એક જ વખત પ્લેઓફમાં પહોંચી શકી છે. 2021માં DC બીજી ક્વોલિફાયર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે હારી ગયું હતું. તે પછી આ ટીમ ત્રણ વર્ષમાં એક વખત પણ પ્લેઓફમાં પહોંચી શકી નથી. 2024 સીઝનની વાત કરીએ તો દિલ્હી છઠ્ઠા સ્થાને હતું.
સૌરવ ગાંગુલીએ ટોણો માર્યો હતો
રિકી પોન્ટિંગે દિલ્હી કેપિટલ્સ છોડ્યા પછી ભારતના દિગ્ગજ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ તેને ટોણો માર્યો અને કહ્યું, "હું તમને એક સમાચાર કહેવા માંગુ છું. રિકી પોન્ટિંગ હવે દિલ્હી કેપિટલ્સના મુખ્ય કોચ રહેશે નહીં. જ્યોફ્રી બોયકોટ સાચુ કહેતા હતા. રિકી પોન્ટિંગે છેલ્લા 7 વર્ષમાં દિલ્હી કેપિટલ્સના ભવિષ્યને લઇને કોઇ મોટો નિર્ણય લીધો નથી. તમારે મેનેજમેન્ટ સાથે વાત કરવાની જરૂર છે મારો વિચાર છે કે કોઇ ભારતીયની કોચ પદ માટે પસંદગી કરવામાં આવે.