(Source: ECI/ABP News/ABP Majha)
Yuvraj Singh એ ફરી એક વખત ફટકારી 6 સિક્સર, જૂની યાદ તાજી કરી
IND Legends Vs SA Legends: ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને સિક્સર કિંગના નામથી જાણીતા યુવરાજ સિંહે ફરી એક વખત 6 સિક્સર ફટકારી છે.રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં દક્ષિણ આફ્રીકા લેજેન્ડ્સ સામે રમતા યુવરાજ સિંહે 22 બોલમાં 25 રનની શાનદાર ઈનિંગ રમી હતી. યુવરાજની ઈનિંગના કારણે દક્ષિણ આફ્રીકા લેજેન્ડ્સને 205 રનનો ટાર્ગેટ આપ્યો છે.
IND Legends Vs SA Legends: ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અને સિક્સર કિંગના નામથી જાણીતા યુવરાજ સિંહે ફરી એક વખત 6 સિક્સર ફટકારી છે. યુવરાજ સિંહે આ વખતે 8 બોલના અંતરમાં કુલ 6 સિક્સર ફટાકારી છે. રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝમાં દક્ષિણ આફ્રીકા લેજેન્ડ્સ સામે રમતા યુવરાજ સિંહે 22 બોલમાં 25 રનની શાનદાર ઈનિંગ રમી હતી. યુવરાજની ઈનિંગના કારણે દક્ષિણ આફ્રીકા લેજેન્ડ્સને 205 રનનો ટાર્ગેટ આપ્યો છે.
ઈન્ડિયા લેજેન્ડ્સ ટોસ હાર્યા બાદ પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટ પર 204 રન બનાવ્યા. જેમાં સચિનના 60, યુવરાજ નોટઆઉટ 52 રન સિવાય સુબ્રમણ્યમ બદ્રીનાથ 42 રન સામેલ છે. યૂસૂફ પઠાણ 23 રન બનાવ્યા જ્યારે મનપ્રીત ગોની 16ન રને નોટઆઉટ રહ્યો હતો.
વીરેંદ્ર સહેવાગ સાથે ઈનિંગની શરૂઆત કરવા આવેલા સચિને પોતાના જૂના અંદાજમાં ઘણા આર્કષક શોટ્સ ફટકારી આશરે 30 હજાર દર્શકોને એન્ટરટેન કર્યા. બદ્રીનાથે સચિન સાથે મજબૂત પાર્ટનરશીપ કરી.
બદ્રીના ગયા બાદ યુવરાજ અને યુસુફે ત્રીજી વિકેટ માટે 40 રનની પાર્ટનરશીપ કરી. યુસુફે 23 રન બનાવ્યા હતા.
યુવરાજ સિંહે પોતાના બેટથી કમાલ કરી હતી. 18મી ઓવરમાં યુવરાજે ચાર બોલમાં 4 સિક્સ ફટકારી બ્રોડની એક જ ઓવરમાં 6 સિક્સ ફટકારી તે ઈનિંગ યાદ અપાવી. યુવરાજે 52 રનની ઈનિંગમાં 22 બોલ રમ્યા અને 6 સિક્સ અને બે ફોર ફટકારી હતી.