શોધખોળ કરો
Advertisement
રોહિત શર્માએ દિલ્હી કેપિટલ્સને કઇ રીતે ફાઇનલ મેચમાંથી બહાર કરી દેવાનો કર્યો દાવો, શું બતાવી પોતાની ટીમની તાકાત, જાણો વિગતે
આજની ફાઇનલ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટને રોહિત શર્માએ પોતાની ટીમની તાકાતનો પરચો બતાવ્યો છે, રોહિતે આજની મેચમાં દિલ્હી સામે પોતાની ટીમ મજબૂત હોવાનો દાવો કર્યો છે. રોહિત શર્માનુ કહેવુ છે કે મુંબઇ ઇન્ડિયન્સની ટીમને દિલ્હી કેપિટલ્સ સામે મનોવૈજ્ઞાનિક લીડ મળેલી છે
મુંબઇઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં મંગળવારે મુંબઇ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સની ટીમો આમને સામને ટ્રૉફી પર કબજો જમાવવા મેદાનમાં ઉતરશે. આજની ફાઇનલ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટને રોહિત શર્માએ પોતાની ટીમની તાકાતનો પરચો બતાવ્યો છે, રોહિતે આજની મેચમાં દિલ્હી સામે પોતાની ટીમ મજબૂત હોવાનો દાવો કર્યો છે. રોહિત શર્માનુ કહેવુ છે કે મુંબઇ ઇન્ડિયન્સની ટીમને દિલ્હી કેપિટલ્સ સામે મનોવૈજ્ઞાનિક લીડ મળેલી છે.
આ સિઝનમાં મુંબઇની ટીમે દિલ્હીની ટીમને ત્રણ વાર હરાવી દીધી છે. લીગ સ્ટેજની પહેલી મેચમાં મુંબઇએ દિલ્હીને પાંચ વિકેટે હરાવ્યુ, લીગ સ્ટેજના બીજા મુકાબલામાં મુંબઇને દિલ્હીને 9 વિકેટ હરાવ્યુ અને ક્વૉલિફાયર મેચમાં દિલ્હીને 57 રનથી માત આપી હતી. આમ મુંબઇ ઇન્ડિયન્સ સામે દિલ્હી કેપિટલ્સને હારનો સિલસિલો ચાલુ જ રહ્યો છે.
રોહિત શર્માએ ફાઇનલ મેચ પહેલા કહ્યું-દિલ્હી વિરુદ્ધ અમને મનોવૈજ્ઞાનિક લીડ મળશે. પરંતુ અમે જાણીએ છીએ કે આઇપીએલમાં દરરોજ નવુ થાય છે. દરરોજ તમને મેચ દરમિયાન એક નવી રીતે દબાણનો સામનો કરવો પડે છે.
રોહિત શર્મા એ પણ માને છે કે ગઇ મેચોમાં મળેલી જીતથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે. કેપ્ટને કહ્યું- અમે ગઇ મેચમાં તેમને હરાવવા વિશે નથી વિચારી શકતા, અમારે એ જોવાનુ છે કે આ એક નવી ટીમ છે, અને અમારે તેમની વિરુદ્ધ એક નવી રીતે રમવાનુ છે. અમે તમને હરાવ્યા છે અને અમે ફરીથી આવુ કરી શકીએ છીએ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement