Rohit Sharma Record: રોહિત શર્માએ રચ્ચો ઈતિહાસ, વર્લ્ડકપમાં નથી કરી શક્યો કોઈ ભારતીય બેટ્સમેન આ કારનામું
રોહિત શર્મા વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટકારનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે.
Rohit Sharma: રોહિત શર્માએ વર્લ્ડકપમાં ઈતિહાસ રચ્ચો છે. તે વર્લ્ડકપમાં સૌથી ઝડપી સદી ફટકારનારો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે 63 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી સદી પૂરી કરી હતી. આ પહેલા પણ રોહિતે અનેક રેકોર્ડ બનાવ્યા હતા. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનારો ખેલાડી બન્યો હતો. ઉપરાંત તેણે વર્લ્ડકપમાં 1000 રન પણ પૂરા કર્યા હતા. રોહિત શર્મા 84 બોલમાં 131 રનની શાનદાર ઈનિંગ રમ્યા બાદ આઉટ થયો હતો.
વર્લ્ડકપમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન
- રોહિત શર્મા – 7 સદી
- સચિન તેંડુલકર – 6 સદી
- રિકી પોન્ટિંગ અને કુમાર સંગાકારા – 5-5 સદી
વન ડેમાં સૌથી વધુ સદી
- 49 – સચિન તેંડુલકર
- 47 – વિરાટ કોહલી
- 31 – રોહિત શર્મા
- 30 – રિકી પોન્ટિંગ
- 28 – સનથ જયસૂર્યા
ભારત તરફથી સૌથી ઝડપી સદી ફટકારાનાર બેટ્સમેન
- 51 બોલ- વિરાટ કોહલી
- 60 બોલ – વિરેન્દ્ર સેહવાગ
- 61 બોલ – વિરાટ કોહલી
- 62 બોલ – મોહમ્મદ અઝહરુદ્દીન
- 63 બોલ – રોહિત શર્મા
Rohit Sharma becomes the batter with the most @cricketworldcup hundreds with a belligerent ton against Afghanistan 🔥@mastercardindia Milestones 🏏#CWC23 #INDvAFG pic.twitter.com/AnZL1FDg4T
— ICC (@ICC) October 11, 2023
અફઘાનિસ્તાનના 8 વિકેટે 272 રન
અફઘાનિસ્તાનની પ્લેઇંગ ઇલેવન
રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઇબ્રાહિમ ઝાદરાન, રહેમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (કેપ્ટન), નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, અઝમતુલ્લાહ ઉમરઝાઈ, રાશિદ ખાન, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક, ફઝલહક ફારૂકી.
ભારતની પ્લેઇંગ ઇલેવન
રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.