Vadodara News: વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી નદીની રિડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈ
ચોમાસામાં પૂરથી ડૂબી ગયું હતું વડોદરા શહેર. હવે વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી નદીની રિડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈ છે.
ચોમાસામાં પૂરથી ડૂબી ગયું હતું વડોદરા શહેર. હવે વડોદરાને પૂરથી બચાવવા વિશ્વામિત્રી નદીની રિડેવલપમેન્ટની કામગીરી શરૂ કરાઈ છે. JCB સહિતની મશીનરી નદીમાં ઉતારી નદીના પટને પહોળો અને ઉંડો કરવાની કામગીરી શરૂ કરાઈ છે. આસપાસના ઝાડી-ઝાંખરાને દૂર કરવામાં આવી રહ્યા છે. પૂરથી વડોદરા શહેરમાં ભારે નુકસાન થયું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશ્વામિત્રી રિડેવલપમેન્ટ માટે 1200 કરોડની જાહેરાત કરી હતી. જો કે, સવાલ એ પણ ઉઠી રહ્યા છે કે, વિશ્વામિત્રી નદીની ફક્ત સાફસફાઈ કે પહોળી અને ઉંડી કરવાની કામગીરીની કઈ નહીં થઆય. નદીના પટ પર ગેરકાયદે દબાણો થયા છે. તે પણ હટાવવા જરૂરી છે.





















