શોધખોળ કરો

નિવૃત્તિના અહેવાલો અંગે રોહિત શર્માની પહેલી પ્રતિક્રિયા, લોર્ડ્સ મેચ બાદ કહ્યું- 'હું નિરાશ છું...'

Rohit Sharma Statement: વનડેમાંથી નિવૃત્તિના અહેવાલો પર ખુદ રોહિત શર્માનું પહેલું રિએક્શન આવી ગયું છે. તેમણે ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે બાદ આ અંગે વાત કરી. જાણો તેમણે શું કહ્યું.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • રોહિત શર્માએ નિવૃત્તિની અફવાઓને સ્પષ્ટપણે ફગાવી દીધી.
  • લોર્ડ્સમાં ૧૩૮ રન બનાવી ઇતિહાસ રચ્યો, છતાં ટીમ હારી.
  • તેમણે કહ્યું, મારું ધ્યાન દેશ માટે સારું રમવા પર.

India vs England: રોહિત શર્મા ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે બાદ નહીં રમે, ડ્રોપ થઈ જશે, એ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહ્યું. ત્યારબાદ BCCI સચિવ દેવજીત સૈકિયાએ આ વાતનું ખંડન કર્યું, જોકે તેમણે એ સ્પષ્ટ ન કહ્યું કે રોહિત 2027 વનડે વર્લ્ડ કપ ટીમનો હિસ્સો હશે કે નહીં. પરંતુ હવે આ અહેવાલો પર ખુદ રોહિત શર્માનું પહેલું નિવેદન આવી ગયું છે. તેમણે લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાયેલી ત્રીજી અને નિર્ણાયક મેચ બાદ આ અંગે વાત કરી.

ઇંગ્લેન્ડ સામે રમાયેલી ત્રીજી વનડેમાં રોહિત શર્માએ 138 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી. તે ભારતનો પ્રથમ ખેલાડી બન્યો, જેમણે લોર્ડ્સ ગ્રાઉન્ડ પર વનડે સદી ફટકારી. 110 બોલમાં રમાયેલી આ ઇનિંગ્સમાં તેમણે 5 છગ્ગા અને 17 ચોગ્ગા ફટકાર્યા. તેમણે શુભમન ગિલ સાથે 147 રનની ભાગીદારી કરી અને ત્યારબાદ વિરાટ કોહલી સાથે પણ સદીની ભાગીદારી કરી. જોકે ભારત આ મેચ હારી ગયું. આ અંગે રોહિતે કહ્યું, "અમે બર્મિંગહામમાં જીત સાથે સારી શરૂઆત કરી હતી, પછી કાર્ડિફમાં હારી ગયા. આજે બેટિંગમાં સારી શરૂઆત કરી, પરંતુ તેમ છતાં હારી ગયા."

આ પણ વાંચો.....લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

નિવૃત્તિના અહેવાલો પર શું બોલ્યો રોહિત શર્મા

રોહિત શર્માએ કહ્યું, "મારું કામ સારી બેટિંગ કરવાનું છે. મારા દેશનું પ્રતિનિધિત્વ કરવાનું છે. જ્યારથી મેં ડેબ્યૂ કર્યું છે, ત્યારથી જ આ બહારની વાતો થતી આવી છે. જ્યાં સુધી હું અહીં છું, આવી વાતો થતી રહેશે. આ બધું મારા માટે કોઈ મહત્વ નથી રાખતું. જે મહત્વ રાખે છે તે એ છે કે હું મેદાન પર શું કરું છું. હું મારો સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયાસ કરું છું, મારી ટીમની સફળતામાં યોગદાન આપવાનો પ્રયાસ કરું છું. અને અત્યારે મારો માત્ર આના પર જ ફોકસ છે. અને આ બહારની વાતોને થવા દો, કારણ કે જો આ નહીં થાય તો મજા નહીં આવે. મારું કામ ગ્રાઉન્ડની અંદર છે અને તેમનું બહાર."

રોહિત શર્માએ કહ્યું, "હારથી નિરાશ છું, જ્યારે અમે સારી શરૂઆત કરી હતી. અમે 20-25 રન (27) પાછળ રહી ગયા. જ્યારે અમે બોલિંગની વાત કરીએ છીએ તો સમજવું પડશે કે ઘણા ખેલાડીઓ છે, જેમણે વધારે વનડે ક્રિકેટ નથી રમ્યું. તેમને સમય આપવો પડશે." પોતાની ઇનિંગ્સ અંગે કહ્યું કે ઇંગ્લેન્ડમાં રમવું પસંદ છે અને આ ઇનિંગ્સને પણ એન્જોય કરી, પરંતુ પરિણામથી નિરાશ છું.

Frequently Asked Questions

રોહિત શર્મા વિશે કઈ અફવાઓ ચર્ચામાં હતી?

છેલ્લા કેટલાક દિવસોથી રોહિત શર્મા ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડે બાદ ડ્રોપ થશે તેવી અફવાઓ હતી. એ પણ ચર્ચા હતી કે તે 2027 વર્લ્ડ કપ ટીમનો હિસ્સો નહીં હોય.

નિવૃત્તિ/ડ્રોપ થવાની અફવાઓ પર રોહિત શર્માએ શું કહ્યું?

રોહિતે કહ્યું કે તેનું કામ સારી બેટિંગ કરવાનું અને દેશનું પ્રતિનિધિત્વ કરવાનું છે. બહારની વાતો તેના માટે કોઈ મહત્વ નથી રાખતી, તેનું ધ્યાન માત્ર મેદાન પર છે.

ઇંગ્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં રોહિત શર્માએ કેવું પ્રદર્શન કર્યું?

તેણે 110 બોલમાં 138 રનની ઐતિહાસિક ઇનિંગ્સ રમી. તે લોર્ડ્સ ગ્રાઉન્ડ પર વનડે સદી ફટકારનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો.

રોહિતની સદી છતાં ભારત ત્રીજી વનડે જીત્યું?

ના, રોહિતની ઐતિહાસિક ઇનિંગ્સ છતાં ભારત ઇંગ્લેન્ડ સામેની ત્રીજી અને નિર્ણાયક વનડે મેચ હારી ગયું. રોહિતે આ હારથી નિરાશા વ્યક્ત કરી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
IND vs SL: ગિલ બાદ વધુ એક સ્ટાર પ્લેયર ઈજાગ્રસ્ત? બોલિંગ કોચે તોડ્યું મૌન
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
MS Dhoni Records List: એમએસ ધોનીના 7 અતૂટ રેકોર્ડ, જેને તોડવા લગભગ અશક્ય
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
Advertisement

વિડિઓઝ

Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા કાઢશે, ચોમાસાના નવા રાઉન્ડ અંગે અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, બે દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
Post Office ની ગજબ સ્કીમ, એક વખત કરો રોકાણ...પછી દર મહિને ₹5550 ની કમાણી, જાણો સ્કીમ વિશે
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Embed widget