Rohit Sharma: રોહિત શર્માએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી, બાંગ્લાદેશ સામે બીજી મેચમાં હશે ટીમનો ભાગ
ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માને બાંગ્લાદેશ સામેની બીજી વનડે દરમિયાન ઈજા થઈ હતી. જેના કારણે તે ત્રીજી વનડેમાં રમી શક્યો ન હતો.
![Rohit Sharma: રોહિત શર્માએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી, બાંગ્લાદેશ સામે બીજી મેચમાં હશે ટીમનો ભાગ Rohit sharma will be available for the second test against bangladesh after passing the fitness test at the national cricket academy Rohit Sharma: રોહિત શર્માએ ફિટનેસ ટેસ્ટ પાસ કરી, બાંગ્લાદેશ સામે બીજી મેચમાં હશે ટીમનો ભાગ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/12/09/93a718e1b2e268d8ee2eb83b8b6dc7621670580930273567_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
IND vs BAN 2nd Test: ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત કેપ્ટન રોહિત શર્માને બાંગ્લાદેશ સામેની બીજી વનડે દરમિયાન ઈજા થઈ હતી. જેના કારણે તે ત્રીજી વનડેમાં રમી શક્યો ન હતો. આ સિવાય તે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં પણ નથી રમી રહ્યો. જોકે, ભારતીય ચાહકો માટે એક સારા સમાચાર છે. વાસ્તવમાં, રોહિત શર્મા ઈજામાંથી સાજો થઈ ગયો છે. હવે તે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ભાગ હશે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે શ્રેણીની બીજી મેચ 22 ડિસેમ્બરથી રમાશે.
રોહિત શર્માએ ફિટનેસ ટેસ્ટ પાસ કર્યો છે
રોહિત શર્મા હાલમાં બેંગ્લોરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે. ઉપરાંત, તેણે ફિટનેસ ટેસ્ટ પાસ કરી છે. જોકે, રોહિત શર્મા નેશનલ ક્રિકેટ એકેડમીમાં લાંબા સમય સુધી બેટિંગ કરી શક્યો ન હતો. આ પછી તેણે ફિઝિયો સાથે સમય વિતાવ્યો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રોહિત શર્મા રવિવારે ટીમ સાથે જોડાશે. હાલમાં ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ચટગાંવમાં પ્રથમ ટેસ્ટ મેચ રમી રહી છે.
ચટગાંવ ટેસ્ટ પર ટીમ ઈન્ડિયાની પકડ મજબૂત છે
બીજી તરફ ચટગાંવ ટેસ્ટની વાત કરીએ તો ભારતીય ટીમ ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે 258 રન બનાવીને પોતાનો બીજો દાવ ડિકલેર કર્યો હતો. જે બાદ યજમાન ટીમને મેચ જીતવા માટે 513 રનનો ટાર્ગેટ મળ્યો છે. બાંગ્લાદેશની ટીમે ત્રીજા દિવસની રમત પૂરી થઈ ત્યાં સુધી કોઈ પણ નુકશાન વિના 41 રન બનાવી લીધા છે. જોકે, આ ટેસ્ટ મેચમાં 3 દિવસની રમત બાકી છે. જ્યારે બાંગ્લાદેશને જીતવા માટે 471 રનની જરૂર છે.
ભારતીય ટીમના અનુભવી બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ પણ બાંગ્લાદેશ સામે પોતાની સદી નોંધાવી છે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારતીય બેટ્સમેને કહેર બનીને યજમાન બાંગ્લાદેશની ટીમ પર તુટી પડ્યા છે. પ્રથમ ઇનિંગમાં ત્રણ બેટ્સમેનોએ અડધીસદી નોંધાવી હતી, હવે બીજી ઇનિંગમાં બે બેટ્મસેનોએ સદી નોંધાવી છે. બીજી ઇનિંગમાં અનુભવી બેટ્મસેને ચેતેશ્વર પુજારાએ શાનદાર તાબડતોડ સદી ફટકારી છે. પુજારા ઉપરાંત શુભમન ગીલે પણ શાનદાર પ્રથમ ટેસ્ટ સદી નોંધાવી છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)