સચિન તેંડુલકરે ડેવિડ વોર્નર માટે સોશિયલ મીડિયા પર કરી શેર કરી ખાસ પોસ્ટ, જુઓ
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. પાકિસ્તાન સામેની સિડની ટેસ્ટ મેચ તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ હતી.
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નરે ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. પાકિસ્તાન સામેની સિડની ટેસ્ટ મેચ તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ હતી. આ અવસર પર ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરે ડેવિડ વોર્નરને ખાસ અંદાજમાં શુભેચ્છાઓ પાઠવી હતી. જે રીતે તેણે પોતાને T20 થી ટેસ્ટમાં મહાન બેટ્સમેન બન્યો તેના માટે સચિને તેની પ્રશંસા કરી હતી.
ડેવિડ વોર્નરે પાકિસ્તાન સામેની શ્રેણી પહેલા જ કહી દીધું હતું કે તે સિડનીમાં રમાયેલી મેચ બાદ ટેસ્ટ ફોર્મેટને અલવિદા કહી દેશે. જો કે, શ્રેણીની મધ્યમાં, તેણે ટેસ્ટ તેમજ વનડેમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. ડાબોડી બેટ્સમેને ટેસ્ટની તેની છેલ્લી ઇનિંગ્સમાં શાનદાર અડધી સદી ફટકારી હતી અને તેની કારકિર્દીનો શ્રેષ્ઠ રીતે અંત કર્યો હતો.
From being an explosive T20 batter to becoming a resilient Test player, @davidwarner31's journey exemplifies adaptability and grit.
His transition and evolution in the game has been remarkable, showcasing aggressive intent while mastering the art of pacing an innings.… pic.twitter.com/wSLpbMZkT0— Sachin Tendulkar (@sachin_rt) January 6, 2024
સચિન તેંડુલકરે ડેવિડ વોર્નરને અભિનંદન પાઠવ્યા હતા
ડેવિડ વોર્નરને તેની શાનદાર કારકિર્દી માટે દરેક લોકો અભિનંદન આપી રહ્યા છે. સચિન તેંડુલકરે પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. X પર પોસ્ટ કરીને, તેણે કહ્યું, ડેવિડ વોર્નરની એક વિસ્ફોટક T20 બેટ્સમેન બનવાથી લઈને એક ઉત્તમ ટેસ્ટ ખેલાડી બનવા સુધીની સફર ઘણી જબરદસ્ત હતી. આ બતાવે છે કે તેણે આ રમતને કેટલા જુસ્સાથી અપનાવી હતી. તેણે જે રીતે ટી20થી ટેસ્ટમાં પોતાની જાતને અનુકૂળ કરી તે શાનદાર હતી. તેનું આક્રમક વલણ પણ દેખાતું હતું અને તેણે પોતાની ઇનિંગ્સને સારી રીતે આગળ પણ ચલાવી હતી. ડેવિડ વોર્નરને શાનદાર ટેસ્ટ કારકિર્દી માટે અભિનંદન. તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
ડેવિડ વોર્નર કરિયર
તમને જણાવી દઈએ કે ડેવિડ વોર્નરે પોતાના કરિયરમાં 112 ટેસ્ટ મેચમાં 8786 રન બનાવ્યા જેમાં 26 સદી અને 37 અડધી સદી સામેલ છે. પોતાની કારકિર્દી દરમિયાન તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પણ જીતવામાં સફળ રહ્યો હતો.
વૉર્નરે પોતાના ટેસ્ટ કેરિયરમાં 112 મેચ રમી છે, જેમાં 205 ઇનિંગ્સમાં બેટિંગ કરીને 44.59ની એવરેજથી 8786 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 26 સદી અને 37 અડધી સદી ફટકારી હતી. વૉર્નરે ડિસેમ્બર 2011માં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.
Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial