શોધખોળ કરો

T-20 World Cup બાદ શાસ્ત્રી પણ ટીમ ઈન્ડિયાના કોચ પદેથી આપશે રાજીનામું, જાણો વિગત

Team India Head Coach: બીસીસીઆઈ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ દક્ષિણ આફ્રિકા પ્રવાસ સુધી લંબાવવા માંગતું હતું પરંતુ તેણે ત્યાં સુધી કોચ પદ પર રહેવાનો ઈનકાર કર્યો છે.

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વર્લ્ડ કપ બાદ બેટિંગ પર ફોક્સ કરવા માટે ટી-20 ટીમની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરી છે. હવે ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીએ પણ આગામી ટી-20 વર્લ્ડ કપ બાદ પદ છોડી શકે છે. જોકે, બીસીસીઆઈ કે ખુદ શાસ્ત્રી તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ટીમ ઈન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ ટી-20 વર્લ્ડકપ બાદ ખતમ થઈ રહ્યો છે. બીસીસીઆઈ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ દક્ષિણ આફ્રિકા પ્રવાસ સુધી લંબાવવા માંગતું હતું પરંતુ તેણે ત્યાં સુધી કોચ પદ પર રહેવાનો ઈનકાર કર્યો છે. બીસીસીઆઈને હવે ટી-20 વર્લ્ડકપ બાદ નવા કોચની જરૂર છે. સાઉથ આફ્રિકા પ્રવાસ માટે દ્રવિડ કામચલાઉ કોચની ભૂમિકામાં નજરે પડી શકે છે.

કોણ બની શકે છે નવો કોચ

ટીમ ઈન્ડિયાના કોચ તરીકે પૂર્વ દિગ્ગજ ક્રિકેટર અનિલ કુંબલેની વાપસીની પ્રબળ શક્યતા છે. સૌરવ ગાંગુલીની આગેવાનીવાળી બીસીસીઆઈ અનિલ કુંબલે અને વીવીએસ લક્ષ્મણને ટી-20 વર્લ્ડકપ બાદ રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થવા પર મુખ્ય કોચ પદ માટે અરજી કરવાનું કહી શકે છે.

અનિલ કુંબલે 2016-17માં એક વર્ષ માટે ભારતીય ટીમનો કોચ હતો. તે સમયે સચિન તેંડુલકર, લક્ષ્મણ અને ગાંગુલીની અધ્યક્ષતાવળા ક્રિકેટ સલાહકાર સમિતિએ તેની શાસ્ત્રીના સ્થાને નિમણૂક કરી હતી. પરંતુ કેપ્ટન કોહલી સાથે મતભેદના કારણે કુંબલેએ ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પાકિસ્તાન સામે હાર બાદ રાજીનામું આપ્યું હતું.

અનિલ કુંબલે કોચ બનવા માટે રાજી થશે કે નહીં તેના પર હજુ કંઈ કહી શકાય નહીં. નામ ન જાહેર કરવાની શરત પર બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું, અનિલ કુંબલેને બહાર કાઢવાના પ્રકરણમાં સુધારો કરવાની જરૂર છે. જે રીતે સીઓએ કોહલીના દબાણમાં આવીને તેને હટાવ્યા હતા તે સારું ઉદાહરણ નહોતું. કોહલી અને લક્ષ્મણ કોચ માટે અરજી કરવા પર રાજી થશે કે નહીં તે વાત પર નિર્ભર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
ઇંગ્લેન્ડ સામે નવો ઇતિહાસ લખવા તૈયાર ‘કિંગ કોહલી’, વનડે શ્રેણીમાં તૂટી શકે છે આ 7 મહારેકોર્ડ
ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન
ટીમ ઇન્ડિયાની શરમજનક હાર બાદ સૂર્યકુમાર યાદવની વાપસીના સંકેત, BCCI એ આપ્યું મોટું નિવેદન
IND vs ENG 1st ODI: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી વન-ડે ક્યારે અને ક્યાં મફતમાં જોઈ શકશો? રોહિત-વિરાટની થશે એન્ટ્રી
IND vs ENG 1st ODI: ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે પહેલી વન-ડે ક્યારે અને ક્યાં મફતમાં જોઈ શકશો? રોહિત-વિરાટની થશે એન્ટ્રી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget