શોધખોળ કરો
Advertisement
મુંબઈ ઈન્ડિયન્સના ગ્લોવ્ઝ પહેરીને પાકિસ્તાન ક્રિકેટ લીગમાં આ ખેલાડી બેટિંગ કરવા ઉતરતાં મચી ગયો હોબાળો, પહેલાં મુંબઈની જર્સી પણ પહેરેલી
રધરફોર્ડને કરાચી કિંગ્સે મુલ્તાન સુલ્તાનની વિરુદ્ધ પહેલી ક્વોલિફાયર મેચમાં તક આપી. આ મેચ દરમિયાન તે મુંબઈ ઈન્ડિયન્સના ગ્લવ્ઝ પહેરીને બેટિંગ કરતો જોવા મળ્યો
નવી દિલ્હીઃ વેસ્ટ ઇન્ડિઝના ઓલરાઉન્ડર શેરફેન રધરફોર્ડ તાજેતરમાં જ પાકિસ્તાન સુપર લીગ -પીએસએલમાં કરાંચી કિંગ્સ તરફથી રમવા ઉતર્યો હતો, આ સમયે તેની એક ભૂલથી મોટો ફજેતો થયો હતો, શેરફેન રધરફોર્ડે કરાંચી કિંગ્સ તરફથી રમતા આઇપીએલની ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સના ગ્લૉવ્ઝ પહેરીને મેદાનમાં ઉતર્યો હતો. શેરફેન રધરફોર્ડ અગાઉ મુંબઇ ઇન્ડિયન્સની જર્સી પણ પહેરી હતી. કરાંચી કિંગ્સની ટીમે મુંબઇ ઇન્ડિયન્સની જર્સી પહેરેલો શેરફેન રધરફોર્ડનો ફોટો પણ ટ્વીટર પર પૉસ્ટ કર્યો હતો.
ઇન્ડિયન પ્રીમિયર લીગ દુનિયાની સૌથી બેસ્ટ ટી20 લીગ માનવામં આવે છે, આ વખતની 13મી સિઝનમાં ફરી એકવાર રોહિત શર્માની મુંબઇ ઇન્ડિયન્સ ચેમ્પિયન બની, પરંતુ શેરફેન રધરફોર્ડને આ વખતે એક પણ મેચ રમવાની તક નહોતી મળી. મુંબઇની ટીમનો દિવાનો શેરફેન રધરફોર્ડ પાકિસ્તાનમાં પણ મુંબઇ ઇન્ડિયન્સની ટીશર્ટ અને ગ્લૉવ્ઝ પહેરી રહ્યો છે.
રધરફોર્ડને કરાચી કિંગ્સે મુલ્તાન સુલ્તાનની વિરુદ્ધ પહેલી ક્વોલિફાયર મેચમાં તક આપી. આ મેચ દરમિયાન તે મુંબઈ ઈન્ડિયન્સના ગ્લવ્ઝ પહેરીને બેટિંગ કરતો જોવા મળ્યો. આ કારણે તેને અને સાથે સાથે પાકિસ્તાનને પણ એકવાર ફરી સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યું.
રધરફોર્ડ આઇપીએલ પુરી થયા બાદ તરતજ તે પાકિસ્તાન સુપર લીગની પ્લેઑફમાં રમવા પહોંચ્યો. પાકિસ્તાનના એરપોર્ટ પર તે મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં જોવા મળ્યો હતો, ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરવામાં આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement