Shikhar Dhawan: શિખર ધવનની ટીમ ઇન્ડિયામાં થશે ધમાકેદાર વાપસી, આ ટુનામેન્ટમાં સંભાળશે કેપ્ટનશીપ
લાંબા સમયથી ભારતીય ટીમમાંથી બહાર રહેલા ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને હવે મોટી જવાબદારી મળવાની આશા છે
Shikhar Dhawan Asian Games 2023: લાંબા સમયથી ભારતીય ટીમમાંથી બહાર રહેલા ઓપનિંગ બેટ્સમેન શિખર ધવનને હવે મોટી જવાબદારી મળવાની આશા છે. ધવન 23 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ચીનમાં આયોજિત થનારી એશિયન ગેમ્સમાં ભારતીય પુરૂષ ટીમની કેપ્ટનશીપ સંભાળતો જોવા મળી શકે છે. આ વખતે, એશિયન ગેમ્સને લઈને બીસીસીઆઈ દ્વારા પહેલાથી જ પુષ્ટી કરવામાં આવી છે કે ક્રિકેટ ઈવેન્ટમાં મેન્સ અને વિમેન્સ બંન્ને ટીમો ભાગ લેશે.
ICC ODI વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી ભારતમાં યોજાનાર છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય ખેલાડીઓ આ મેગા ટૂર્નામેન્ટમાં વ્યસ્ત રહેશે. BCCI એ એશિયન ગેમ્સ 2023માં ભારતની બી ટીમ મોકલવાનો નિર્ણય લીધો છે. મહિલા ક્રિકેટની મુખ્ય ટીમને ત્યાં મોકલવામાં આવશે. એશિયન ગેમ્સમાં ટી-20 ફોર્મેટમાં ક્રિકેટ ઈવેન્ટનું આયોજન કરવામાં આવે છે. 30 જૂનના રોજ BCCI ભારતીય ઓલિમ્પિક એસોસિએશનને ખેલાડીઓની યાદી મોકલશે જેમને તેઓ એશિયન ગેમ્સમાં રમવા માટે ટીમમાં પસંદ કરી શકે છે.
શ્રીલંકાના પ્રવાસમાં તેણે કેપ્ટનશીપની જવાબદારી સંભાળી હતી
શિખર ધવનની ગણતરી ભારતીય ક્રિકેટના સફળ ઓપનિંગ બેટ્સમેનોમાં થાય છે. આઈસીસી ઈવેન્ટ્સમાં અત્યાર સુધી તેનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. ધવને વર્ષ 2021માં શ્રીલંકા પ્રવાસ પર વન-ડેમાં કેપ્ટનશીપ સંભાળી હતી. એવા ખેલાડીઓને એશિયન ગેમ્સ માટેની ટીમમાં સામેલ કરાશે જેમણે IPLની 16મી સીઝનમાં વધુ સારું પ્રદર્શન કર્યું હતું.
ધવને તેની છેલ્લી T20 આંતરરાષ્ટ્રીય મેચ જૂલાઈ 2021માં શ્રીલંકાના પ્રવાસ પર જ રમી હતી. અત્યાર સુધી ધવને 68 T20 ઈન્ટરનેશનલ મેચોમાં 27.92ની એવરેજથી 1759 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 11 અડધી સદી ફટકારી છે.
વર્લ્ડકપ પહેલા જ ટીમ ઈન્ડિયા માટે આવ્યા માઠા સમાચાર
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતમાં 27 જૂનથી શરૂ થઈ રહેલા ODI વર્લ્ડકપના સત્તાવાર શેડ્યૂલની જાહેરાત કરી છે. આ સાથે જ આ મેગા ઈવેન્ટમાં ભાગ લેનારી તમામ ટીમો પાસે હવે તૈયારી માટે 100 દિવસથી ઓછો સમય બચ્યો છે. બીજી તરફ, યજમાન ભારતને મોટો ફ્ટકો પડી શકે છે. ભારતનો આધારભૂત મિડલ ઓર્ડર બેટ્સમેન ઈજાગ્રસ્ત છે અને હજી સુધી તે સંપૂર્ણ પણે ફીટ નથી
આ ખેલાડીનું નામ છે શ્રેયસ અય્યર. શ્રેયસ અય્યર હજુ પણ પોતાની પીઠની ઈજાથી સંપૂર્ણ રીતે ફિટ નથી. શ્રેયસ અય્યરની પીઠની સમસ્યાને કારણે તેણે સર્જરી કરાવી હતી. ત્યાર બાદ સૌકોઈને આશા હતી કે, અય્યર એશિયા કપ સુધીમાં તો સંપૂર્ણ રીતે ફિટ થઈ જશે. અગાઉ સર્જરીના કારણે ઐયર IPLની 16મી સિઝનમાંથી સંપૂર્ણપણે બહાર થઈ ગયો હતો. હવે BCCIની મેડિકલ ટીમે તેની શ્રયસની ધીમી રિકવરી અંગે ચિંતા વ્યક્ત કરી છે.