‘સચિન અત્યારે રમતો હોત તો એક લાખ રન હોત’, પાકિસ્તાનના ક્યા મહાન ફાસ્ટ બોલરે કર્યો આ દાવો ?
જો સચિન તેંડુલકરના સમયમાં આવા નિયમો હોત અથવા સચિન તેંડુલકર અત્યારે રમતો હોત તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક લાખથી વધારે રન કરી ચૂકયો હોત.
નવી દિલ્લીઃ સચિન તેંડુલકર ભલે નિવૃત્ત થઈ ગયો પણ તેના પ્રસંશકો હજુ ઘટ્યા નથી. રાવલપિંડી એક્સપ્રેસ તરીકે ઓળખાતો પાકિસ્તાનનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તર સચિનના પ્રસંશકોમાં એક છે. શોએક અખ્તરે વન ડેના હાલના નિયમોની ટીકા કરતાં કહ્યું છે કે, જો સચિન તેંડુલકરના સમયમાં આવા નિયમો હોત અથવા સચિન તેંડુલકર અત્યારે રમતો હોત તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક લાખથી વધારે રન કરી ચૂકયો હોત.
શોએબનુ કહેવુ છે કે, હવે વન ડે ક્રિકેટમાં બોલરોને નુકસાનકારક અને બેટ્સમેનને ફાયદાકારક નિયમો બનાવાયા છે. અત્યારે વન ડે મેચ બે નવા બોલથી રમવામાં આવે છે અને ત્રણ રિવ્યૂ એટલે કે ડીઆરએસનો નિયમ પણ રખાયો છે. આ ઉપરાંત બેટસમેનોને વધારે મહત્વ મળે અને ફાયદો થાય તેવા બીજા નિયમો બનાવાયા છે. સચિન તેંડુલકરના સમયમાં આવા નિયમો હોત તો તે એક લાખથી વધારે રન કરી ચુકયો હોત.
શોએબે કહ્યુ હતુ કે, સચિન તેંડુલકરે પોતાના સમયમાં વિશ્વ ક્રિકેટના સૌથી ખતરનાક બોલરોનો સામનો કર્યો હતો. એ સમયના ખતરનાક બોલરોમાં કર્ટની વોલ્શ, કર્ટલી એમ્બ્રોસ, વકાર યુનુસ, વસિમ અકરમ, શેન વોર્ન, મેકગ્રાથ , બ્રેટ લી અને મારા જેવા બોલરોનો સમાવેશ થાય છે. એ પછીની પેઢીના બોલરો સામે પણ તેણે બેટિંગ કરી હતી અને એટલે હું સચિન તેંડુલકરને બહુ જ ઉમદા બેટસમેન ગણું છું.
શોએબે કહ્યુ હતુ કે, વન ડે ઈન્ટરનેશનલ સહિતની મેચોમાં બોલરોને વધારે બાઉન્સર નાંખવાની છૂટ મળવી જોઈએ. ટી 20 ફોર્મેટ નહોતુ ત્યારે ટીમો વર્ષમાં 15 થી 20 ટેસ્ટ મેચ રમતી હતી અને હવે ટેસ્ટ મેચોની સંખ્યા ઓછી થઈ ગઈ છે. તે સમયે વધારે ક્રિકેટ રમતા હોવા છતાં બોલરો વધારે ફિટ પણ રહેતા હતા જ્યારે અત્યારે મેચો ઓછી હોવા છતાં ઈજાનું પ્રમાણ વધ્યું છે.
આ પણ વાંચો........
'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે
ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી
Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર
જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ
Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત