'તારક મહેતા....'માં જેના નવા જેઠાલાલ બનવાની ચર્ચા છે એ સૌરભ ઘાડગે કોણ છે ? શાના કારણે થયો છે પ્રખ્યાત ?
સોશ્યલ મીડિયા પૉસ્ટ પર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યુ હતુ કે નવા જેઠાલાલ તરીકે સૌરભ ઘાડગેની પસંદગી ખુદ શૉના મેકર્સે કરી છે.
મુંબઇઃ ટીવીની સૌથી લોકપ્રિય સીરિયલમાની એક કૉમેડી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માનો ઘરેઘરે જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. અસિત કુમાર મોદીની આ સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની કહાનીઓ લોકોમાં ખુબ પ્રેમને પાત્ર બને છે, એટલુ જ નહીં સ્ટૉરીની સાથે સાથે શૉમાં દેખાતા તમામ પાત્રો પણ લોકોને ખુબ પસંદ આવી રહ્યાં છે. પરંતુ આ સીરિયલને થોડાક દિવસોથી ગ્રહણ લાગ્યુ છે, એક પછી એક સ્ટાર કલાકારો શૉને અલવિદા કહી રહ્યા છે. હવે રિપોર્ટ છે કે તારક મહેતા શૉનુ મુખ્ય પાત્ર એટલે કે જેઠાલાલની ભૂમિકા નિભાવનારા એક્ટર દિલીપ જોશી પણ બદલાઇ જશે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઇરલ થઈ હતી. આ પોસ્ટ પ્રમાણે, અસિત મોદીએ દિલીપ જોષી એટલે કે જેઠાલાલના રૉલ માટે નવા કલાકારની પસંદગી કરી છે.
કોણ બનશે નવા જેઠાલાલ
સોશ્યલ મીડિયા પૉસ્ટ પર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યુ હતુ કે નવા જેઠાલાલ તરીકે સૌરભ ઘાડગેની પસંદગી ખુદ શૉના મેકર્સે કરી છે.
View this post on Instagram
કઈ પોસ્ટ વાઇરલ થઈ?
'ધ સેન્સીબલ ટાઇમ્સ' નામના સોશિયલ મીડિયા પેજે એક પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું, 'તારક મહેતા..'ના મેકર્સ પોતાનું મેટાવર્સઃ મહેતાવર્સ લૉન્ચ કરવાનું વિચારી રહ્યાં છે. તેઓ જેઠાલાલના પાત્ર માટે સૌરભ ઘાડગેને કાસ્ટ કરવાનું વિચારે છે.'
જાણો કોણ છે સૌરભ ઘાડગે જે બનશે નવા જેઠાલાલ-
આ પોસ્ટ વાઇરલ થતાં જ અનેક યુઝર્સે કમેન્ટ્સ કરી હતી. એકે કહ્યું હતું, 'જો આમ થયું તો અત્યારે જેટલો ડાઉનફૉલ ચાલી રહ્યો છે, તેનાથી દસ ગણો ડાઉનફૉલ જોવા મળશે.' અન્ય એકે કહ્યુ હતું, 'સર એકવાર નોનસેન્સ કહી દો.' બીજા એકે કહ્યું હતું, 'શું આ સાચું છે?' અન્ય એકે એવી કમેન્ટ કરી હતી, 'જો આમ થયું તો શો અઠવાડિયામાં જ બંધ થઈ જશે.'
ખરેખરમાં, જેઠાલાલની ભૂમિકા ભજવવા માટે જેનુ નામ સામે આવ્યુ છે, તે સૌરભ ઘાડગે એક ડિજિટલ ક્રિએટર તથા યુ ટ્યૂબર છે. તે ફની વીડિયો બનાવવા માટે જાણીતો છે. તે અવાર નવાર ફની વીડિયો બનાવાની પ્રખ્યાત થઇ ચૂક્યો છે. સૌરભ એક સારો સોશિયલ મીડિયા કન્ટેન્ટ સર્જક પણ છે. જોકે, આ વાત એકમાત્ર અફવા છે કે તે જેઠાલાલની ભૂમિકામાં દેખાશે. સૌરભે ખુદ કહ્યું છે કે - 'આ બધી મસ્તી મજાક હતી.'
આ પણ વાંચો........
'તારક મહેતા.....' સીરિયલમાંથી હવે જેઠાલાલ પણ નીકળી જશે ? જાણો વિગતે
ખેડૂતો માટે ખુશખબર, જાંબુની ખેતી કરતા ધરતીપુત્રોને પણ મળશે સબસિડી
Cabinet Secretariat Recruitment: કેબિનેટ સચિવાલયમાં નોકરી મેળવવાનો સોનેરી મોકો, મળશે તગડો પગાર
જો તે સમયે DRS હોત તો સચિને એક લાખ રન બનાવ્યા હોત, જાણો કયા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કહ્યું આમ
Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત