(Source: ECI/ABP News/ABP Majha)
Exit Polls: ચૂંટણી પંચે એક્ઝિટ પોલ્સને લઈ શું લીધો મોટો નિર્ણય ? જાણો વિગત
Exit Polls: આ પ્રતિબંધ 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી રહેશે. પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલ નહીં કરી શકે.
Exit Polls: પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈ ચૂંટણી પંચે મોટો ફેંસલો લીધો છે. ચૂંટણી પંચે મોટો ફેંસલો લેતાં એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ પ્રતિબંધ 10 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી રહેશે. પ્રિન્ટ કે ઈલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના એક્ઝિટ પોલ નહીં કરી શકે.
ઉત્તરપ્રદેશના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ એક નિવેદનમાં કહ્યું, એક્ઝિટ પોલ પર 10 ફેબ્રુઆરીએ સવારે 7 કલાકથી 7 માર્ચના રોજ સાંજે સાડા છ કલાક સુધી પ્રતિબંધ રહેશે. એક્ઝિટ પોલ ન તો પ્રિંટ મીડિયામાં છાપી શકાશે કે ન તો ઈલેક્ટ્રોનિક મીડિયામાં તેને બતાવી શકાશે. જે પણ લોકો આ નિયમનું પાલન નહીં કરે તેને બ વર્ષની જેલ થઈ શકે છે. ઉપરાંત ભારે દંડ પણ કરવામાં આવી શકે છે.
સપા પ્રમુખ અખિલેશ યાદવ ઓપિનિયન પોલ પર રોકની સતત માંગ કરી રહ્યા હતા. તેમના કહેવા મુજબ ઓપનિયન પોલથી મતદારો પ્રભાવિત થઈ શકે છે. ચૂંટણી પંચ પણ શરૂઆતથથી ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલને લઈ કડક રહ્યું છે. આ નિયમ અંતર્ગત પ્રથમ તબક્કાના મતદાનથી અંતિમ તબક્કાના મતદાન સુધી કોઈ પણ પ્રકારનો એક્ઝિટ પોલ ચલાવી નહીં શકાય. આ દરમિયાન કોઈપણ પ્રકારનો સર્વે પણ નહીં કરી શકાય.
In a notification, the Election Commission of India said, "No person shall conduct any exit poll and publish or publicize by means of print or any other manner, the result of any exit poll." pic.twitter.com/omMfYb7kWV
— ANI (@ANI) January 29, 2022
ઉત્તરપ્રદેશમાં સાત તબક્કામાં મતદાન
- 10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન
- 14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન
- 20 ફેબ્રુઆરીએ યુપીમાં ત્રીજા તબકકાનું મતદાન
- 23 ફેબ્રુઆરીએ યુપીમાં ચોથા તબકકાનું મતદાન
- 27 ફેબ્રુઆરીએ યુપીમાં પાંચમાં તબકકાનું મતદાન
- 3 માર્ચે યુપીમાં છઠ્ઠા તબકકાનું મતદાન
- 7 માર્ચે યુપીમાં સાતમાં તબકકાનું મતદાન
- 10 માર્ચે પરિણામ