શોધખોળ કરો
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામેની છેલ્લી મેચ કેવી રીતે જીતી? શ્રેયસ ઐય્યરે કર્યો મોટો ખુલાસો? જાણો વિગત
મેચ દરમિયાન એક સમય એવો આવ્યો હતો જ્યારે કેપ્ટન રોહિત શર્માએ ટીમનાં તમામ ખેલાડીઓને એકસાથે પોતાની પાસે બોલાવ્યા હતા અને તેમની સાથે પેપ ટોક કરી હતી

નાગપુર: ભારતીય ટીમે બાંગ્લાદેશને ત્રણ મેચોની ટી-20 સીરિઝની અંતિમ મેચમાં 30 રને પરાજય આપીને સીરિઝ પોતાના નામે કરી લીધી હતી. જોકે મેચ અને સીરિઝ ભારતીય ટીમે કેવી રીતે જીતી તેનો ખુલાસો શ્રેયસ અય્યરે કર્યો હતો. અય્યરે જણાવ્યું હતું કે, કેવી રીતે મેચમાં રોહિત શર્માએ ખેલાડીઓને મોટિવેટ કરીને ટીમને જીત અપાવી હતી.
જીત બાદ શ્રેયસ અય્યરે ખુલાસો કર્યો હતું કે, મેચ દરમિયાન એક સમય એવો આવ્યો હતો જ્યારે કેપ્ટન રોહિત શર્માએ ટીમનાં તમામ ખેલાડીઓને એકસાથે પોતાની પાસે બોલાવ્યા હતા અને તેમની સાથે પેપ ટોક કરી હતી. જેનાથી ખેલાડીઓને મોટિવેશન મળ્યું હતું.
આ જ કારણ છે કે, અંતિમ ઓવરોમાં ટીમનાં ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું હતું. રોહિતે સાબિત કરી દીધું છે કે, કેપ્ટનશિપ કરવી એક વાત છે અને તેની જવાબદારીને સમજવી અલગ વાત છે.
અમે આ મેચમાં શરૂઆતથી થોડાં સુસ્ત રહ્યા હતા પરંતુ મેચ દરમિયાન રોહિત શર્માએ તમામ ખેલાડીઓને એક સર્કલમાં બોલાવ્યા હતા અને પેપ ટોક કરી હતી. જેના કારણે ખેલાડીઓને પ્રોત્સાહન મળ્યું હતું અને તે જ કારણ હતું કે ભારતે મેચ જીતી હતી.


અય્યરે જણાવ્યું હતું કે, અમે પ્રેશર મહેસૂસ કરી રહ્યા હતા. અમે જાણતાં હતા કે તે સારી ટીમ છે અને એવી કોઈ ટીમ નથી કે જેને આ ફોર્મેટમાં હલકામાં લઈ શકાય. અમે અંતિમ બે મેચોમાં જોયું હતું કે, તેઓ સારું ક્રિકેટ રમી રહ્યા હતાં.WATCH: Hat-trick of sixes, Hat-trick of wickets & a card trick to top it up. This is yet another Chahal TV special. 😎😎 @deepak_chahar9 @ShreyasIyer15 @yuzi_chahal - by @28anand
— BCCI (@BCCI) November 11, 2019
Full Video here 👉👉 https://t.co/2Ni3uCykZT pic.twitter.com/HsBGoK0CHf

વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement