શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
IPLની આ સિઝનમાં કોલકત્તા કાર્તિકને હટાવીને આ યુવા ક્રિકેટરને સોંપશે ટીમની કેપ્ટનશીપ, કૉચે આપ્યા સંકેત
મેક્કુલમે કહ્યું કે, શુભમન ગિલ એક શાનદાર પ્રતિભા અને સારો છોકરો છે, તે આ વર્ષે અમારી લીડરશીપ ગ્રુપનો ભાગ પણ બનશે. ભલે તે હજુ યુવા છે, પરંતુ મે એના પર વિશ્વાસ નથી રાખતો કે એક સારો લીડર હોવા માટે ઉંમર મહત્વની છે. આ હંમેશા સારુ હોય છે કે તમારા ગૃપમાં બીજા પણ સારા લીડર હોય
નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝનમાં કોલકત્તા નાઇટરાઇડર્સના યુવા ક્રિેકટર શુભમન ગિલને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. ખરેખર, કોલકત્તા નાઇટરાઇડર્સ શુભમન ગિલને દિનેશ કાર્તિકની જગ્યાએ કેપ્ટનશીપ સોંપી શકે છે. આ ફેરબદલના સંકેત ટીમના હેડ કૉચ બેન્ડન મેક્કુલમે આપ્યા છે. મેક્કુલમેક કહ્યું કે, આગામી સિઝનમાં ગિલ ટીમના લીડરશીપ ગ્રુપનો ભાગ હશે.
મેક્કુલમે કહ્યું કે, શુભમન ગિલ એક શાનદાર પ્રતિભા અને સારો છોકરો છે, તે આ વર્ષે અમારી લીડરશીપ ગ્રુપનો ભાગ પણ બનશે. ભલે તે હજુ યુવા છે, પરંતુ મે એના પર વિશ્વાસ નથી રાખતો કે એક સારો લીડર હોવા માટે ઉંમર મહત્વની છે. આ હંમેશા સારુ હોય છે કે તમારા ગૃપમાં બીજા પણ સારા લીડર હોય.
મેક્કુલમે કહ્યું કે, શુભમન ગિલ એક સ્પેશ્યલ ખેલાડી છે, આ સિઝનમાં અમે તેને લીડરશીપનો કૌશલ્ય શીખવાડવા માંગીશું. ઉલ્લેખનીય છે કે ગિલે છેલ્લી કેટલીક સિઝનમાં કેકેઆર માટે શાનદાર પ્રદર્શન કર્યુ છે. સતત સારુ પ્રદર્શન કરવા છતાં ગયા વર્ષ ટીમ મેનેજમેન્ટે ગિલને ટૉપ ઓર્ડરમાં રમાડવાનો નિર્ણય કર્યો. આ દરમિયાન તેને ખુબ રન બનાવ્યા હતા.
નોંધનીય છે કે, વર્ષ 2018માં ગૌતમ ગંભીરે કેકેઆરને છોડી ત્યારબાદ ટીમ મેનેજમેન્ટે ટીમની કમાન વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિકને સોંપી હતી. વર્ષ 2018માં કાર્તિકની કેપ્ટનીમાં ટીમે પ્લે-ઓફમાં જગ્યા બનાવી હતી, પરંતુ ગઇ સિઝનમાં ટીમનુ પ્રદર્શન કંઇ ખાસ ન હતુ રહ્યું.
કાર્તિકને લઇને મેક્કુલમે કહ્યું કે, કાર્તિકને બ્રેક આપવાની જરૂર છે, મારુ માનવુ છે કે સૌથી પહેલા વિકેટકીપિંગમાં. તે ભારતના સર્વશ્રેષ્ઠ વિકેટકીપરોમાનો એક છે. તે સ્ટારડમ રાખનારો ખેલાડી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion