શોધખોળ કરો

પ્લેઓફની રેસમાંથી બહાર થતાં જ રાજસ્થાનનો કેપ્ટન સ્મિથ કોના પર ભડક્યો, ને હાર માટે કોને ગણાવ્યા જવાબદાર, જાણો વિગતે

રાજસ્થાનને જીતવા માટે 192 રન જોઇતા હતા, રૉબિન ઉથપ્પાએ છગ્ગા ફટકાર્યો અને પછી બૉલ્ડ થઇ ગયો, અહીંથી રાજસ્થાનની વિકેટો પડવાની શરૂઆત થઇ ગઇ હતી. કોઇપણ બેટ્સમેન ક્રિઝ પર ટકીને રમી ન હતો શક્યો

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન હવે પ્લેઓફની સ્થિતિ લગભગ નક્કી થઇ જશે. રવિવારે રમાયેલી મેચમાં કોલકત્તા નાઇટરાઇડર્સે રાજસ્થાન રૉયલ્સને કારમી હાર આપતાની સાથે જ રાજસ્થાનની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગઇ છે. હાર બાદ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથ પોતાના ખેલાડીઓ પર ગુસ્સે ભરાયો હતો, તેને સતત પડતી વિકટોને લઇને પોતાના બેટ્સમેનો પર ગુસ્સો ઠાલવ્યો હતો. રાજસ્થાનને જીતવા માટે 192 રન જોઇતા હતા, રૉબિન ઉથપ્પાએ છગ્ગા ફટકાર્યો અને પછી બૉલ્ડ થઇ ગયો, અહીંથી રાજસ્થાનની વિકેટો પડવાની શરૂઆત થઇ ગઇ હતી. કોઇપણ બેટ્સમેન ક્રિઝ પર ટકીને રમી ન હતો શક્યો. સ્મિથે જણાવ્યુ કે તેની ટીમ માટે મેચમાં વાપસી કરવી ખુબ જ મુશ્કેલ હતી, સ્મિથે કહ્યું- મને લાગ્યુ કે આ 180ની પીચ છે, અહીં થોડો ભેજ હતો, પાવરપ્લેમાં ચાર વિકેટ ગુમાવવી અમારા માટે ખરાબ રહ્યું, ત્યાંથી વાપસી કરવા ખુબ મુશ્કેલ છે. કેકેઆરના પેટ કમિન્સે રાજસ્થાનની હાર નક્કી કરી દીધી હતી, તેને પાવરપ્લેમા રાજસ્થાનના મુખ્ય બેટ્સમેનો બેન સ્ટૉક્સ, ઉથપ્પા, સ્મિથને આઉટ કરી દીધા. કેપ્ટને કહ્યું કમિન્સે સારી લેન્થ પર બૉલિંગ કરી, અમને શરૂઆત સારી મળી પરંતુ ત્યારબાદ અમે સતત વિકેટો ગુમાવતા રહ્યાં. લીગનો અંત દુર્ભાગ્યપૂર્ણ રહ્યો. સ્મિથે જણાવ્યુ કે, તેમના બેટ્સમેનો જવાબદારી લેવામાં નિષ્ફળ રહ્યાં, અમે લીગમાં સારી શરૂઆત કરી અને આ મેચ પહેલા બે મેચો જીત્યા હતા, પરંતુ મધ્યમાં અમે ભટકી ગયા, અમારા બેટ્સમેનો, ટૉપ ચાર અને પાંચ બેટ્સમેનોએ જવાબદારી લીધી ના. ઉલ્લેખનીય છે કે રાજસ્થાન રૉયલ્સ આ વર્ષે પૉઇન્ટ ટેબલમાં સૌથી નીચે આવી ગયુ છે. ટીમે 14માંથી માત્ર 6 મેચો જ જીતી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ

લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ

રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા

મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાઠ, વ્યસન-ફેશનનાHun To Bolish : હું તો બોલીશ : કેમ ઘસાયો રૂપિયો?Surat Dumper Accident : બારડોલીમાં ડમ્પરની ટક્કરે બાઇક ચાલકનું મોતUttarayan 2025 : દાહોદમાં બાઇક ચાલકનું પતંગની દોરીથી કપાયું ગળું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
બેટ દ્વારકા અને ઓખામાં દબાણ હટાવ ઝુંબેશ: ત્રણ દિવસમાં કરોડોની જમીન ખુલ્લી કરાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
લેટરકાંડનું રહસ્ય ખુલશે? અમરેલી લેટરકાંડની તપાસ SMCના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
રાજ્યના રસ્તાને ચકાચક બનાવવા મુખ્યમંત્રીએ એક જ દિવસમાં 294 કરોડ રૂપિયા ફાળવ્યા
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
મહાકુંભમાં ઠંડીનો કહેર: બે દિવસમાં 11 શ્રદ્ધાળુઓને હાર્ટ એટેક, ડોક્ટરે કહ્યું- ઠંડીથી બચો, અચાનક ડૂબકી ન લગાવો
PM મોદીએ શ્રીનગર-લેહને જોડતી Z-Morh  ટનલનું કર્યું ઉદ્ધાટન, CM ઉમર અબ્દુલ્લા પણ રહ્યા સાથે

રોડ અકસ્માતના ઘાયલોને હોસ્પિટલ પહોંચાડનારને ₹25,000નું ઈનામ: નીતિન ગડકરીની મોટી જાહેરાત
રોક અકસ્માતમાં કોઈ ઘાયલ થઈ જાય તો મદદ કરજો, સરકાર આપશે ઇનામઃ નીતિન ગડકરીની મોટી જાહેરાત
'...અમે યાદ રાખીશું', ની પૉસ્ટ સાથે હર્ષ સંઘવીને મળી ધમકીઓ, બેટ દ્વારકાના દબાણો હટાવતા જ 7-8 ટ્વીટ વાયરલ

157 બોલમાં 346 રન ફટકાર્યા, વન-ડે મેચમાં ઇરા જાધવે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Embed widget