શોધખોળ કરો
Advertisement
યુવરાજ સિંહે ચહલને શું ગણાવ્યો કે લોકોએ કરી માફીની માંગ, જાણો વિગતે
યુવરાજ સિંહ ભારતના સ્પિન બોલર યુઝવેંદ્ર ચહલની મજાક ઉડાવતાં એવો શબ્દ બોલ્યો હતો કે તેનાથી એક સમાજના લોકો નારાજ થઈ ગયા હતા.
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાને 2007નો ટી20 અને 2011નો આઈસીસી વર્લ્ડકપ જીતાડવામાં મહત્વનું યોગદાન આપનારા પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહને લઈ ટ્વિટર પર એક હેશ ટેગ ટ્રેન્ડ થઈ રહ્યું છે. જેમાં તેને માફી માંગવાનું કહેવામાં આવ્યું છે. ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા સાથે ઈન્સ્ટાગ્રામ લાઇવ ચેટ દરમિયાન યુવરાજ સિંહે જાતિવાચક શબ્દનો ઉપયોગ કર્યો હતો.
સ્પોટબોયના રિપોર્ટ પ્રમાણે યુવરાજ સિંહ ભારતના સ્પિન બોલર યુઝવેંદ્ર ચહલની મજાક ઉડાવતાં એવો શબ્દ બોલ્યો હતો કે તેનાથી એક સમાજના લોકો નારાજ થઈ ગયા હતા. રોહિત શર્મા પણ ચહલના ટિકટોક વીડિયોની મજાક ઉડાવતો હતો પરંતુ તેણે યુવરાજની જેમ વિવાદિત શબ્દોનો ઉપયોગ કર્યો નહોતો.
પ્રતીક નામના એક યૂઝરે લખ્યું કે, આપણા દેશમાં દરેક સેલિબ્રિટી જાતિવાદથી ભરેલા છે. કેટલાક જાહેરમાં તેનો ખુલાસો કરે છે તો અમુક ભૂલથી પોલ ખોલી નાંખે છે. ભૂલથી યુવરાજ સિંહનો અસલી ચહેરો સામે આવી ગયો અને તે છે જાતિવાદનો. યુવરાજ સિંહે ગત વર્ષે જૂનમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. ઓલરાઉન્ડર યુવરાજે ભારત માટે 304 વને ડેમાં 8701 રન બનાવવા સહિત 111 વિકેટ પણ લીધી છે. જ્યારે 58 ટી-20 મેચમાં 136.66ના સ્ટ્રાઇક રેટથી 1177 રન બનાવ્યા છે.Every celebrity in our country is filled with casteism. Some show it publicly & others reveal it by mistake ! By mistakenly @YUVSTRONG12 has revealed his true face to us. i.e Casteist face !#युवराज_सिंह_माफी_मांगो
— Pratik surwade (@pratik__surwade) June 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion