(Source: ECI/ABP News/ABP Majha)
IND vs AUS: શુભમન ગિલ પર ગાંગુલીનું મોટુ નિવેદન, કહ્યું- આ ખેલાડીને તક મળશે, પરંતુ .....
ભારતીય ખેલાડી કેએલ રાહુલનું ખરાબ ફોર્મ ચાલુ છે. ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન શ્રેણીમાં નાગપુર ટેસ્ટ બાદ દિલ્હી ટેસ્ટમાં પણ આ ખેલાડીએ નિરાશ કર્યા હતા.
Sourav Ganguly On Shubman Gill: ભારતીય ખેલાડી કેએલ રાહુલનું ખરાબ ફોર્મ ચાલુ છે. ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન શ્રેણીમાં નાગપુર ટેસ્ટ બાદ દિલ્હી ટેસ્ટમાં પણ આ ખેલાડીએ નિરાશ કર્યા હતા. કેએલ રાહુલ પર સતત સવાલો ઉઠી રહ્યા છે, ક્રિકેટ એક્સપર્ટ આ ખેલાડી પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તેમજ ક્રિકેટ ચાહકોનું માનવું છે કે કેએલ રાહુલની જગ્યાએ યુવા ખેલાડી શુભમન ગિલને તક મળવી જોઈએ, પરંતુ પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી આ સાથે સહમત નથી. વાસ્તવમાં સૌરવ ગાંગુલીએ કેએલ રાહુલ અને શુભમન ગિલ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.
શુભમન ગિલને આવનારા દિવસોમાં ઘણી તકો મળશે - સૌરવ ગાંગુલી
ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યું કે શુભમન ગિલને આવનારા દિવસોમાં ઘણી તકો મળશે, પરંતુ હાલમાં ટીમ મેનેજમેન્ટ શુભમન ગિલ પર દાવ લગાવી શકે નહીં. દાદાનું માનવું છે કે કેએલ રાહુલ ભલે ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો હોય, પરંતુ આ ખેલાડીને હજુ પણ તક મળશે. ભારતીય ટીમ મેનેજમેન્ટ કેએલ રાહુલ પર વિશ્વાસ રાખશે અને તેને તક આપશે. આ કારણે શુભમન ગીલે હવે રાહ જોવી જોઈએ. આ સાથે તેણે કહ્યું કે શુભમન ગિલને આવનારા દિવસોમાં ઘણી તકો મળશે, પરંતુ કદાચ તે સમય હજુ આવ્યો નથી.
કેએલ રાહુલના ખરાબ ફોર્મ પર સૌરવ ગાંગુલીએ કહ્યું કે જો તમે ફ્લોપ થશો તો તમારે ચોક્કસપણે ટીકાનો સામનો કરવો પડશે, પરંતુ મને કેએલ રાહુલની ક્ષમતા પર વિશ્વાસ છે. તેણે કહ્યું કે કેએલ રાહુલને તક મળશે, આ બેટ્સમેન ચોક્કસપણે તેનું ફોર્મ પાછું મેળવી શકશે. તે જ સમયે જ્યારે સૌરવ ગાંગુલીને પૂછવામાં આવ્યું કે કેએલ રાહુલ સાથે કોઈ ટેકનિકલ સમસ્યા છે કે માનસિક સમસ્યા તો દાદાએ આ સવાલનો મજાકમાં જવાબ આપ્યો. તેણે કહ્યું કે બંનેને કેએલ રાહુલ સાથે સમસ્યા છે. જો આપણે તાજેતરના દિવસો પર નજર કરીએ તો, ઝડપી બોલરો સિવાય, તે સ્પિનરો પર આઉટ થઈ રહ્યો છે.
Rishabh Pant Update: ઋષભ પંત ક્યારે કરશે મેદાનમાં વાપસી? સૌરવ ગાંગુલી આપ્યો જવાબ
તાજેતરમાં જ ભારતીય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત અકસ્માતનો શિકાર બન્યો હતો. આ અકસ્માતમાં ઋષભ પંતને ગંભીર ઈજા થઈ હતી. હાલ તે ક્રિકેટથી દૂર છે. ઋષભ પંત IPL 2023નો ભાગ નહીં હોય, તે દિલ્હી કેપિટલ્સ માટે મોટો ફટકો માનવામાં આવે છે. જો કે, ઋષભ પંત ક્યારે ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે... આ પ્રશ્ન યથાવત છે. હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આ સવાલનો જવાબ આપ્યો છે. દાદાએ કહ્યું ઋષભ પંત ક્યારે ક્રિકેટના મેદાનમાં પરત ફરશે.
સૌરવ ગાંગુલીનું માનવું છે કે ઋષભ પંતને મેદાનમાં પાછા ફરતા લગભગ 2 વર્ષ લાગી શકે છે. તેણે કહ્યું કે મેં ઋષભ પંત સાથે ઘણી વખત વાત કરી છે. તેમના માટે આ મુશ્કેલ સમય છે. તે અકસ્માત બાદ ઋષભ પંતે સર્જરી કરાવી, મારી શુભકામનાઓ તેની સાથે છે. ભૂતપૂર્વ ભારતીય સુકાનીએ કહ્યું કે ઋષભ પંતને મેદાનમાં વાપસી કરવામાં એક વર્ષ લાગશે અથવા તો 2 વર્ષ પણ લાગી શકે છે, પરંતુ મને ખાતરી છે કે તે ભારત માટે ફરીથી મેદાન પર ચોક્કસપણે દેખાશે. વાસ્તવમાં સૌરવ ગાંગુલી દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડાયરેક્ટર તરીકે કામ કરી ચૂક્યા છે. જોકે, BCCI પ્રમુખ બન્યા બાદ તેમણે દિલ્હી કેપિટલ્સના ક્રિકેટ ડિરેક્ટરનું પદ છોડી દીધું હતું, પરંતુ ફરી એકવાર તેઓ ટૂંક સમયમાં આ જવાબદારીમાં જોવા મળશે.