T20 WC 2024: ટી-20 વર્લ્ડકપ માટે સાઉથ આફ્રિકાએ જાહેર કરી ટીમ, માર્કરમને બનાવ્યો કેપ્ટન
South Africa T20 WC Squad 2024:દક્ષિણ આફ્રિકાએ T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે. આફ્રિકાએ એડન માર્કરામને કેપ્ટન બનાવ્યો છે
South Africa T20 World Cup Squad: દક્ષિણ આફ્રિકાએ T20 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કરી છે. આફ્રિકાએ એડન માર્કરામને કેપ્ટન બનાવ્યો છે. આ દિવસોમાં માર્કરામ આઈપીએલ 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે. આફ્રિકાએ 15 સભ્યોની ટીમ ઉપરાંત ટ્રાવેલિંગ રિઝર્વમાં ત્રણ ખેલાડીઓનો પણ સમાવેશ કર્યો છે.
This is your T20 World Cup Proteas Men’s team South Africa! 🌟 Let's rally behind our squad as they aim to conquer the world stage and bring home the gold! 🏆💥
— Proteas Men (@ProteasMenCSA) April 30, 2024
Stay tuned for the out of this world performances! #T20WorldCup #OutOfThisWorld #BePartOfIt pic.twitter.com/NVwYYsN7cH
આફ્રિકાની ટીમમાં આવા ઘણા ખેલાડીઓ સામેલ કરવામાં આવ્યા છે, જેઓ આ દિવસોમાં રમાઈ રહેલી IPL 2024માં શાનદાર પ્રદર્શન કરતા જોવા મળે છે. ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીને ટીમમાં તક મળી છે. કોએત્ઝી 2023માં રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં આફ્રિકાનો ભાગ હતો. આફ્રિકન ફાસ્ટ બોલર IPLની વર્તમાન સીઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે.
ટીમ સંતુલિત દેખાઈ રહી છે
નોધનીય છે કે આફ્રિકાએ ટી20 વર્લ્ડ કપ માટે જે ટીમ પસંદ કરી છે તે ઘણી સંતુલિત દેખાઈ રહી છે. ટીમમાં અનુભવી ખેલાડીઓ સાથે યુવા ખેલાડીઓનું સારું સંયોજન જોવા મળી રહ્યું છે. ટીમમાં કેપ્ટન એડન માર્કરામ, ક્વિન્ટન ડી કોક, હેનરિક ક્લાસેન, ડેવિડ મિલર, કગીસો રબાડા અને તબરેઝ શમ્સી જેવા અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે.
T20 વર્લ્ડ માટે દક્ષિણ આફ્રિકાની ટીમ
એઇડન માર્કરામ (કેપ્ટન), ઓટનીલ બાર્ટમેન, ગેરાલ્ડ કોએત્ઝી, ક્વિન્ટન ડી કોક, બ્યોર્ન ફોર્ટુઇન, રીઝા હેન્ડ્રીક્સ, માર્કો જેન્સેન, હેનરિક ક્લાસેન, કેશવ મહારાજ, ડેવિડ મિલર, એનરિચ નોર્ટજે, કગીસો રબાડા, રયાન રિકેલ્ટન, તબરેજ શમ્સી, ટ્રિસ્ટન સ્ટમ્બ.
ટ્રાવેલિંગ રિઝર્વ- નાન્દ્રે બર્ગર અને લુંગી એનગિડી.
આફ્રિકા 3 જૂનથી અભિયાન શરૂ કરશે
નોંધનીય છે કે ટી-20 વર્લ્ડ કપ 2024 1 જૂનથી શરૂ થશે, પરંતુ આફ્રિકા સોમવાર 3 જૂનથી ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાન શરૂ કરશે. આફ્રિકાની પ્રથમ મેચ શ્રીલંકા સામે થશે. આફ્રિકા ગ્રુપ ડીમાં સામેલ છે.