'પંત ભારતનો ગિલક્રિસ્ટ બની શકે છે, વનડે-ટી20માં ઓપનિંગમાં ઉતારો' - કયા ભારતીય દિગ્ગજે કરી આવી માંગ
સુનીલ ગાવસ્કરે માંગ કરતા કહ્યું કે, હવે પંતને વનડે અને ટી20માં પણ સારા પ્રદર્શન માટે ઓપનિંગમાં ઉતારવો જોઇએ. ઋષભ પંત બેસ્ટ બેટ્સમેન તરીકે સાબિત થઇ શકે છે.
નવી દિલ્હીઃ એજબેસ્ટૉન ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની હાર છતાં ઋષભ પંત (Rishabh Pant)ની બેટિંગે તમામ દર્શકોના દિલ જીતી લીધા. તેને પહેલી ઇનિંગમાં સદી તો બીજી ઇનિંગમાં ફિફ્ટી ફટકારીને ઇંગ્લિશ ટીમને ટેન્શનમાં લાવી દીધી હતી. જોકે, મેચનુ પરિણામ ભારતને હાર સાથે મળ્યુ હતુ. હવે ઋષભ પંતની તાબડતોડ બેટિંગને જોઇને પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે એક મોટી માંગ કરી દીધી છે, તેમને કહ્યું કે ટેસ્ટની જેમ ઋષભ પંત વનડે અને ટી20માં પણ બેસ્ટ ખેલાડી સાબિત થઇ શકે છે.
સુનીલ ગાવસ્કરે માંગ કરતા કહ્યું કે, હવે પંતને વનડે અને ટી20માં પણ સારા પ્રદર્શન માટે ઓપનિંગમાં ઉતારવો જોઇએ. ઋષભ પંત બેસ્ટ બેટ્સમેન તરીકે સાબિત થઇ શકે છે. ઋષભ પંતે અત્યાર સુધી વનડેમાં 32 ની એવરેજથી રન બનાવ્યા છે, તો ટી20માં તેની એવરેજ 23ની છે. ગાવસ્કરે કહ્યું કે ઋષભ પંતને વનડે અને ટી20માં ઓપનિંગમા મોકો આપવો જોઇએ.
ગાવસ્કરે કહ્યું કે, ઋષભ પંતને ઓપનિંગમાં ઉતારવાનો ઓપ્શન ખોટો નથી. ગિલક્રિસ્ટ વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયા માટે આવુ કરી ચૂક્યો છે. ટેસ્ટમાં ગિલી નંબર 6 કે 7 પર બેટિંગ કરતો હતો, પરંતુ વનડેમાં તે અલગ જ તેવર સાથે રમતો હતો. ભારતીય ટીમ માટે પણ ઋષભ પંત બીજો ગિલક્રિસ્ટ બની શકે છે, ઋષભ પંતને એકવાર મોકો આપવો જોઇએ.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ઋષભ પંત વનડેમાં નંબર 4 પર બેટિંગ કરે છે, પરંતુ 2023ના વનડે વર્લ્ડકપ બાદ ઋષભ પંતના બેટિંગ ક્રમમાં ફેરફાર જોવા મળી શકે છે.
આ પણ વાંચો..........
ધૂમ સ્ટાઈલમાં ચોરીઃ બાઈક પર આવેલા બે શખ્સો ચાલુ ટ્રકમાંથી ચોરી કરી ફરાર, જુઓ વીડિયો
DRDO Recruitment 2022: Scientist ની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો કોણ કરી શકશે અરજી?
IND vs ENG Playing-11: ઇગ્લેન્ડ સામે ટી-20 સીરિઝમાં અજેય છે ટીમ ઇન્ડિયા, છ વર્ષમાં જીતી ત્રણ સીરિઝ
સૌરાષ્ટ્રના આ તાલુકામાં જળબંબાકાર, 24 કલાકમાં સાંબેલાધાર 13 ઇંચ વરસાદ ખાબક્યો
આ ધારાસભ્યે 58 વર્ષની વયે પાસ કરી દસમા ધોરણની બોર્ડની પરીક્ષા, પાસ થતાં જ સૌથી પહેલાં શું કર્યું ?