શોધખોળ કરો

Asia Cup: ગુસ્સામાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાની ખેલાડીઓના મોં પર દરવાજો બંધ કરી રીધો, શું આ કેસમાં ટીમને સજા થશે?

ગુસ્સામાં ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરવાના અહેવાલો, શું આ 'ગ્રાઉન્ડ સાધનોના દુરુપયોગ' હેઠળ આવે છે?

Suryakumar Yadav Pakistan incident: UAE માં રમાઈ રહેલા એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બાદ એક વિવાદ સામે આવ્યો છે. જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની અસર મેચ પછી પણ જોવા મળી હતી, જ્યારે ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ક્રિકેટરો સાથે હાથ મિલાવ્યા નહોતા અને ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. આ ઘટના બાદ સવાલ ઊભો થયો છે કે શું આ કૃત્ય માટે ભારતીય ટીમને કોઈ સજા થઈ શકે છે? આ બાબતમાં ICC ના નિયમો શું છે તે જાણવું જરૂરી છે.

ડ્રેસિંગ રૂમની ઘટના અને નિયમો

સામાન્ય રીતે, દરેક ક્રિકેટ સ્ટેડિયમમાં મહેમાન અને યજમાન ટીમ માટે અલગ-અલગ ડ્રેસિંગ રૂમ હોય છે. જો એશિયા કપ જેવી ટૂર્નામેન્ટ તટસ્થ સ્થળે રમાઈ રહી હોય, તો પણ દરેક ટીમને અલગ ડ્રેસિંગ રૂમ ફાળવવામાં આવે છે. આ ડ્રેસિંગ રૂમ સામાન્ય રીતે એક જ બિલ્ડિંગમાં હોવા છતાં, તે સ્વતંત્ર અને સુરક્ષિત હોય છે, જેમાં ખેલાડીઓ માટે અલગ પ્રવેશ વ્યવસ્થા હોય છે.

મેચ બાદ ભારતીય ખેલાડીઓએ ગુસ્સામાં તેમના ડ્રેસિંગ રૂમનો દરવાજો બંધ કરી દેતા, આ ઘટનાએ ચર્ચા જગાવી છે. જો કોઈ ખેલાડી ગુસ્સામાં સ્ટેડિયમની મિલકત, જેમ કે દરવાજો, કાચ કે લોકરને નુકસાન પહોંચાડે, તો તે ICC ના આચારસંહિતાની કલમ 2.2.2 (ગ્રાઉન્ડ સાધનો/સુવિધાઓનો દુરુપયોગ) હેઠળ ગુનો ગણી શકાય છે. આવા કિસ્સાઓમાં, મેચ ફીના અમુક ટકાનો દંડ, ચેતવણી અથવા અત્યંત ગંભીર કિસ્સાઓમાં, સસ્પેન્શન પણ થઈ શકે છે. જોકે, જો દરવાજો જોરથી બંધ કરવા છતાં કોઈ નુકસાન ન થયું હોય, તો મેચ રેફરી આ ઘટનાને અવગણી શકે છે અથવા ફક્ત મૌખિક ચેતવણી આપીને મામલો થાળે પાડી શકે છે.

મેચનું પરિણામ શું આવ્યું?

નોંધનીય છે કે, જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી આ બંને ટીમો વચ્ચે પ્રથમ મેચ રમાઈ હતી. મેચમાં, પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 127 રન બનાવ્યા હતા. જવાબમાં, ભારતીય ક્રિકેટ ટીમે માત્ર 15.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 131 રન બનાવીને એકતરફી વિજય મેળવ્યો હતો. આ જીત બાદ, બંને ટીમો વચ્ચે મેદાનની બહાર બનેલી ઘટનાએ ભારે ચર્ચા જગાવી છે.

ટોપ સ્ટોરી

IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
IND vs WI 5th T20: વરસાદ બાદ હવે 9-9 ઓવરની મેચ! બદલાઈ ગયા પાવરપ્લે અને બોલિંગના નિયમો
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
ન્યૂઝીલેન્ડ સામે અચાનક કેપ્ટન કેમ બદલાયો? ગિલની જગ્યાએ આ ખેલાડીને કમાન સોંપાઈ
જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?
જો આજે બેંગલુરુમાં વરસાદના કારણે રદ થાય 5મી T20 તો કઈ ટીમ બનશે સિરીઝની વિજેતા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા
Gujarat Rain: ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ! કયા વિસ્તારોમાં વરસ્યા મેઘરાજા?
Ambalal Patel Rain Forecast :વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
ગાંધીનગર મનપામાં મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન પદ માટે લોબિંગ શરૂ, જાણો કયા નામો ચર્ચામાં?
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક અકસ્માત: નાસભાગમાં 17ના મોત, 25 ઘાયલ
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
IND vs WI 5th T20: બેંગલુરુમાં ચોગ્ગા-છગ્ગાના તોફાન બાદ વરસાદ, મેચ રદ થતાં શ્રેણી 2-2 થી ડ્રો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
CJP સ્થાપક અભિજીત દિપકે જેલમાંથી મુક્ત: SEM કોર્ટે આપી મોટી રાહત, જાણો શરતો
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
આવતીકાલનું હવામાનઃ 18 ઓક્ટોબરે આ રાજ્યોમાં તૂટી પડશે વરસાદ! વાવાઝોડા સાથે ભારે પવનની આગાહી
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
મૃતકોના પરિવારને સરકારી નોકરી અને 25 લાખ, બંગાળ દુર્ઘટના પર CM શુભેંદુની મોટી જાહેરાત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
ગ્વાલિયરમાં બેકાબૂ ટ્રકનો કહેર, ભયાનક અકસ્માતમાં 13 લોકોનાં મોત
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Ambalal Patel: ઓક્ટોબરના અંતમાં વાવાઝોડાનો ખતરો? અંબાલાલ પટેલે કરી વરસાદ અને ચક્રવાતની આગાહી
Embed widget