Suryakumar Yadav: રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે સંબંધોને લઈ ભાવુક થયો સૂર્યકુમાર યાદવ, કહી આ વાત
2022નું વર્ષ ભારતીય ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવના નામ પર રહ્યું, જેણે સમગ્ર વર્ષ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. સૂર્યકુમાર યાદવે બેટ્સમેનોની ICC T20 રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
Suryakumar Yadav: 2022નું વર્ષ ભારતીય ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવના નામ પર રહ્યું, જેણે સમગ્ર વર્ષ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યું હતું. સૂર્યકુમાર યાદવે બેટ્સમેનોની ICC T20 રેન્કિંગમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું અને ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી. ખાસ કરીને T20 ફોર્મેટમાં સૂર્યાએ એવું પ્રદર્શન કર્યું કે આખી દુનિયામાં તેની સાથે કોઈ સ્પર્ધા કરી શકે નહીં. વિરાટ કોહલી અને રોહિત શર્માની હાજરીમાં સૂર્યકુમાર યાદવનું ભારતીય ટીમમાં રહેવું ખૂબ જ ફાયદાકારક રહ્યું. હવે સૂર્યાએ આ બે દિગ્ગજો સાથેના તેમના સંબંધો વિશે વાત કરી છે.
સૂર્યાએ કહ્યું, "હું એટલો ભાગ્યશાળી છું કે મને રોહિત શર્મા અને વિરાટ કોહલી સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાની તક મળી. તેઓ અલગ-અલગ પ્રકારના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે. તેઓએ જે સિદ્ધિ મેળવી છે, મને નથી લાગતું કે હું ક્યારેય હાંસલ કરી શકીશ." તાજેતરના ભૂતકાળમાં વિરાટ ભાઈ સાથે મારી કેટલીક સારી ભાગીદારી રહી છે અને મને તેમની સાથે બેટિંગ કરવામાં આનંદ આવે છે. રોહિત મારા મોટા ભાઈ જેવો છે. જ્યારે શંકા હોય ત્યારે, હું તેને મારી રમત વિશે પ્રશ્નો પૂછું છું. 2018 હું મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાયો ત્યારથી તેણે હંમેશા મને મદદ કરી છે.
સૂર્ય કુમાર યાદવનો T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં દબદબો રહ્યો છે
સૂર્યાએ આ વર્ષે 31 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 46.56ની એવરેજથી સૌથી વધુ 1164 રન બનાવ્યા છે. આ વર્ષે 1000 કે તેથી વધુ રન બનાવનાર તે એકમાત્ર બેટ્સમેન છે. સૂર્યાએ આ દરમિયાન બે સદી અને નવ અડધી સદી ફટકારી છે. તેણે આ વર્ષે સૌથી વધુ 106 ફોર અને 68 સિક્સર ફટકારી છે. સૂર્યાએ 187.43ના સ્ટ્રાઈક રેટથી તેના રન બનાવ્યા છે, જે આ વર્ષે 400 કે તેથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં સૌથી વધુ છે.
વર્ષ 2022માં અશ્વિનનો મોટો રેકોર્ડ, કોહલી-રોહિતને પણ પછાડ્યા
ભારતના દિગ્ગજ ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને બાંગ્લાદેશ વિરુદ્ધ ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટમાં બેટિંગ અને બૉલિંગ બન્નેથી તરખાટ મચાવ્યો. અશ્વિને કમાલનુ પ્રદર્શન કરતાં આ મેચમાં 6 વિકેટો અને બીજી ઇનિંગમાં 9મા નંબર પર બેટિંગ કરતા 42 રનોની મેચ જીતાઉ ઇનિંગ રમી નાંખી. અશ્વિનના આ વર્ષના ટેસ્ટ પ્રદર્શનની વાત કરીએ તો, તેને પોતાની બેટિંગથી બધાને ચોંકાવ્યા છે. આનો અંદાજ તમે એ વાત પરથી લાગવી શકો છો કે, તેને વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા દિગ્ગજોને પણ પાછળ પાડી દીધા છે.
અશ્વિન માટે શાનદાર રહ્યું વર્ષ 2022 -
આર અશ્વિન માટે બેટિંગની રીતે આ વર્ષ 2022 એકદમ ખાસ રહ્યું. તેને આ વર્ષમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલ જેવા દિગ્ગજોને પછાડીને તેમનાથી પણ વધુ રન બનાવ્યા છે. અશ્વિને આ વર્ષમાં કુલ 6 ટેસ્ટ મેચો રમી છે, આમાં તેને 30.00 ની એવરેજથી 2 ફિફ્ટીની મદદથી 270 રન બનાવ્યા છે. વળી, વિરાટ કોહલીએ પણ આ વર્ષે 6 મેચ રમી છે, અને તેને માત્ર 265 રન બનાવ્યા છે. આર. અશ્વિન ટીમ ઇન્ડિયા માટે સંકટ મોચક બની રહ્યો છે.