IND vs SA: પ્રથમ ટી20 પહેલા ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનો 'સ્પેશ્યલ' ફોટો થયો વાયરલ
ભારતીય ટીમ આજે ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં ઉતરશે, ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ હવે ટીમ ઇન્ડિયાની નજર આજથી સાઉથ આફ્રિકાને હરાવવા પર રહેશે
Suryakumar Yadav Photoshoot: ભારતીય ટીમ આજે ફરી એકવાર ક્રિકેટના મેદાનમાં ઉતરશે, ઓસ્ટ્રેલિયાને હરાવ્યા બાદ હવે ટીમ ઇન્ડિયાની નજર આજથી સાઉથ આફ્રિકાને હરાવવા પર રહેશે. આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 ટી-20 મેચની સીરીઝની પ્રથમ મેચ રમાશે. બંને ટીમો ડરબનના કિંગ્સમીડ ગ્રાઉન્ડમાં સામસામે ટકરાશે. વળી, આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે. જો કે સોશિયલ મીડિયા પર એક ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ ફોટોમાં ભારતીય ટીમનો કેપ્ટન સૂર્યકુમાર યાદવ જોવા મળી રહ્યો છે.
સોશ્યલ મીડિયા પર વાયરલ થયો ફોટો
વાસ્તવમાં, ભારત-દક્ષિણ આફ્રિકા T20 સીરીઝ પહેલા ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ ફોટો સેશનમાં જોવા મળ્યો હતો. આ ફોટોમાં સૂર્યકુમાર યાદવ રિક્ષા પર બેઠા છે. જો કે સૂર્યકુમાર યાદવનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા યૂઝર્સ સતત કૉમેન્ટ કરીને પોતાનો રિસ્પૉન્સ આપી રહ્યા છે.
Suryakumar Yadav during T20I series Trophy Photo-shoot. pic.twitter.com/fkxdE9Cok5
— Johns. (@CricCrazyJohns) December 10, 2023
ડરબનમાં રમાશે સીરીઝની પહેલી ટી20 મેચ
આ પહેલા સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 5 T20 મેચની સીરીઝમાં 4-1થી હરાવ્યું હતું. વળી, હવે ભારતીય ટીમની નજર દક્ષિણ આફ્રિકા સામેની સીરીઝ જીતવા પર છે. નોંધનીય છે કે આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 3 ટી20 મેચની સીરીઝની પ્રથમ મેચ ડરબનમાં રમાશે. આ પછી બીજી T20 12મી ડિસેમ્બરે સેન્ટ જ્યોર્જ પાર્કમાં રમાશે. જ્યારે આ સીરીઝની ત્રીજી અને છેલ્લી ટી-20 મેચ 14 ડિસેમ્બરે જોહાનિસબર્ગમાં રમાવાની છે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન
યશસ્વા જાયસ્વાલ, શુભમન ગીલ, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિન્કૂ સિંહ, જિતેશ શર્મા (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, મુકેશ કુમાર, રવિ બિશ્નોઇ, મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ.
સાઉથ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન
રીઝા હેન્ડ્રિક્સ, મેથ્યૂ બ્રીટ્ઝકે, એડન માર્કરમ (કેપ્ટન), હેનરિક ક્લાસેન, ટ્રિસ્ટિયન સ્ટબ્સ, ડેવિડ મિલર, માર્કો જેનસેન, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, લિજાદ વિલિયમ્સ, તબરેજ શમ્સી.
Rohit Sharma 212(255) vs South Africa , 2019 Ball by ball highlights 1080P50#RohitSharma #INDvsSA pic.twitter.com/V5B5BaNK7p
— Krishna (@sigmakrixhna) December 10, 2023
Pakistan ka baap kon ??
— Viral Wala (@FollowBhi_Karlo) December 5, 2023
No Virat Kohli fan will pass without liking this 🔥🐐#ViratKohli #SAvIND #ShikharDhawan #INDvsSA #T20WorldCup2024 pic.twitter.com/n63mD22Xl9
Team India in South Africa#INDvsSA | #INDvSApic.twitter.com/xHetQiDrIS
— Don Cricket 🏏 (@doncricket_) December 7, 2023